________________
એટલે પેલા શેઠને કથામાં જતી વખતે પોપટે કહ્યું : “શેઠ, એક કામ ન કરો ?”
શેઠે કહ્યું : “શું ?'
પોપટે કહ્યું : “તમે જાઓ ત્યારે પેલા સાધુને પૂછજો કે મુક્તિ કેમ પમાય ? બંધનમાંથી છુટાય કેમ ?”
પેલા શેઠે વિચાર કર્યો : “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે ?”
શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને વૃત્તિઓ જેલ જેવી લાગે છે; એમને જ છૂટવાનું મન થાય છે... જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં જ આનંદ માનતા હોય છે; એમને એ કેદ જ નથી લાગતી. પછી છૂટવાનો વિચાર આવે ક્યાંથી ?
ભગવાન મહાવીર પોતાના રાજમહેલનાં વૈભવ અને સ્વજનોને છોડીને કેમ ચાલી નીકળ્યા ? એટલા માટે જ, કે એમને લાગ્યું કે આ વૃત્તિઓની કેદ, બહુ આકરી વસ્તુ છે. એની જંજીરો બહુ કપરી હોય છે. એમાંથી છૂટવું એ જ માનવજીવનનો અર્થ છે; અને જો હું છૂટો થઈશ તો બીજાને પણ એ માર્ગ બતાવી શકીશ. એટલે રાગદ્વેષની કપરી કેદમાંથી છૂટવા, એ દૂર દૂરના વનવગડામાં ગયા, અને દ્વેષ તેમજ રાગની સાંકળોમાંથી છૂટવાની સાધના આદરી.
પેલા પોપટે પુછાવેલો પ્રશ્ન લઈને શેઠ તો વ્યાખ્યાનમાં ગયા. સભા બેઠી હતી. સૌ ધ્યાનથી સાંભળતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે પેલા શેઠે સાધુ પાસે જઈને પૂછ્યું : “મહારાજ શ્રી ! મુક્તિ કેમ મળે ?” મહારાજે પૂછ્યું :
આ પ્રશ્ન કોનો છે ? તમારી તો નથી જ લાગતો...તમને તો આવો પ્રશ્ન પૂછવાનું સૂઝે પણ ક્યાંથી ? તમને તો તમારા વૈભવમાંથી કોઈ તમને મુક્તિ અપાવનાર મળે તો પણ ન ગમે. કહો, આ પ્રશ્ન કોનો છે ?” શેઠે કહ્યું : મહારાજ ! આ પ્રશ્ન મારો નથી, મારા પોપટનો છે.”
શું કહ્યું ? તમારા પોપટનો આ પ્રશ્ન છે ?' આટલું સાંભળીને મહારાજ તો જ્યાં હતાં ત્યાં જ ઢળી પડ્યા. એ મૂછ ખાઈને ઢળી પડ્યા એટલે શેઠે તો પંખો નાંખ્યો; આ કર્યું ને તે કર્યું. એને થયું કે આ તે કેવો પ્રશ્ન ? પ્રશ્ન સાંભળીને આ સાધુને શું થઈ ગયું ?... શેઠ તો ગભરાઈ ગયા. આ બધું શું થઈ ગયું ?
૪૦૦ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org