SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે શેઠે મહારાજને બેભાન કરી દીધા, એટલે ખસી જાઉં... નકામો હું આ દુનિયામાં બદનામ થઈશ; એટલે ભાગું. શેઠ તો નાઠા. દુનિયામાં બધા લોકો ગુનો કરીને પછી છૂટી જવા માંગતા હોય છે. પણ એમાંથી કેટલાક લોકો પકડાઈ જાય છે, અને કેટલાક લોકો નથી પકડાતા; છતાં આખરે તો ચોર એટલે ચોર ! અને આપણે અહીં બેઠેલામાંથી કોણ આવો ચોર નહિ હોય ? આજે દુનિયામાં જે પકડાઈ જાય છે તે જ ચોર તરીકે ગણાય છે, અને જે નથી પકડાતા, તે શાહુકાર બનીને ફરે છે. આપણે બધા આજે પોતપોતાની જેલની દીવાલોમાં કેદીની જેમ બેઠા છીએ. આપણે જો આવા છાના ગુનાઓ કર્યા હોય, તો આપણે પણ આપણી જાતે જ પંદરેક દિવસની સજા ખમવી જોઈએ. આપણે જઈને જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કહેવું જોઈએ કે “અમને પણ થોડા દિવસ માટે અહીં પૂરી રાખો. અમને પણ અહીં સજા ભોગવવા દો, કે જેથી અમે જ્યારે બહાર જઈએ ત્યારે અમને પણ ખ્યાલમાં રહે કે અમુક ગુનાઓ અમે કર્યા હતા, અને અમે અમુક સજા ખમી હતી. પણ લાગતું નથી કે કોઈ ઇચ્છાપૂર્વક, આવી સજાઓનો સ્વીકાર કરે. એટલે આ શેઠ પણ ગુનેગાર ઠ૨વાની બીકે નાસી ગયા. પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠ ગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછ્યું : “શેઠ ! મારો પ્રશ્ન પૂછ્યો ?'' એટલે શેઠ કહે : “અરે તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મેં સાધુને એ પૂછ્યો તો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા...ન હાલે કે ન ચાલે. ખરેખર તારો પ્રશ્ન બહુ ખરાબ હતો.'' પણ પેલો પોપટ તો સમજી ગયો કે એણે માગેલો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું...આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું ન બોલવાનું પાંજરામાં મડદા જેવો થઈને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને એને બેભાન જોયો અને બોલાવવા માંડ્યા. ‘“બોલ, રામ રામ' શેઠને પોતાને તો રામનું નામ નથી બોલવું પણ પેલા પોપટ પાસે એ બોલાવે છે. શેઠે પેલા પોપટને બોલાવવાના ઘણા પ્રયત્ન તો કર્યો, પરંતુ એ તો ઢળી પડેલો હતો. Jain Education International બંધન અને મુક્તિ * ૪૦૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy