SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તો મને કિંમત જ નહોતી, મારા તો ભાવ જબરા છે ! ખચ્ચર રંગમાં આવી ગયું. ઢોલ વાગતું જાય અને ખચ્ચરના પગ તાલ પુરાવતા જાય. ખચ્ચર ખચ્ચર ન રહ્યું. ત્યાં મંદિર આવ્યું, પ્રતિમાને ઉતારી ખચ્ચરને છૂટું કર્યું. ખચ્ચર તો છાતી કાઢતું બજારમાં ગયું. ચાલો, પેલા વેપારીઓને ત્યાં જાઉં, મનભાવતી વસ્તુમાં મોઢું નાખ્યું અને પેટ ભરીને ખાઈ લઉં. મોઢું નાખ્યું ત્યાં તો દુકાનદારો મારવા જ માંડ્યા. હવે ખચ્ચરને ખાવા દે ? ખચ્ચર એ ન સમજ્યુ કે ઢોલ વાગતાં હતાં, વંદન થતાં હતાં એ સન્માન તને ન હતું, તારા ઉપર જે તત્ત્વ હતું તેને હતું. તું જુદો હતો, એ તત્ત્વ જુદું હતું. વિઠોબાની પ્રતિમા તારા ઉપર હતી. તું ક્યાં વિઠોબા હતો ? તમારી પાસે પૈસો આવે. સત્તા આવે કે જે. પી. (J.P)ની પદવી આવે તો લોકો સવારથી સહી કરાવવા આવે. તમને થાય “વાહ વાહ ! મારે ત્યાં તો લોકોની કતાર લાગે છે !” મનમાં ઉન્માદ આવી જાય. અરે ભાઈ ! કોઈ તારાં દર્શને નથી આવતું. શા માટે આવે છે ? તારી પાસે જે ફરફરિયું તને સરકાર તરફથી મળ્યું છે તેને લીધે આવે છે. વસ્તુ અને પોતે, આ બેને જુદાં પાડવાં જોઈએ. જુદાં પાડી શકતા નથી – જીવનની અજ્ઞાનતા ત્યાં જ છે. પારકાને મળતું માન પોતાને માની લે છે. પહેલાંની આ વાત છે. ગરીબ ભાઈ, બહેનને ત્યાં ગયો. બહેને જેમ તેમ જમાડીને રવાના કર્યો. ભાઈ ધંધો કરવા બહારગામ ગયો. ધનવાન થયો. પાછા વળતાં બહેનને ત્યાં ગયો. બહેને ઉમળકાભેર સ્વાગત કર્યું. સન્માન કર્યું. જમતી વખતે ભાઈએ ભાણા આગળ ગીનીઓ ગોઠવી. બહેને પૂછ્યું : “તું આ શું કરે છે ?” “કેમ ? જેમને માટે આ ભોજન છે તેમને ગોઠવું છું. આ મને ક્યાં છે ? ત્રણ વર્ષ પહેલાં પણ હું જ હતો ત્યારે રોટલોય પૂરો નહોતો. આજે પાંચ પકવાન, મીઠાઈઓ છે આ બધું ગીનીઓને નથી ? સોનામહોરો ! તમે પેટ ભરીને ખાઓ, તમારે માટે આજે રસવંતી રસોઈ છે, મારે માટે તો રોટલો હતો.” કો’કવાર કો'ક વસ્તુને લીધે માન મળે, સન્માન મળે, પુજાય, પુછાય. પણ આ જીવ કેવો અજ્ઞાની ! એ માની લે : “ઓહો, મારો ભાવ કેટલો બધો ! શું માન મળી રહ્યું છે !” મનમાં ફુલાય, છાતી કાઢીને ફરે. એમાં કદીક કોઈ અપમાન, કરે, બોલાવે નહિ તો જોઈ લો એનું મોટું ! તમારી સામે પણ નહિ જુએ. મારું અપમાન ? માન કે અપમાન તને હતું જ ક્યાં ? પૈસા હતા, પૈસાને માન હતું. પૈસા ગયા, તું તો પાછો એનો એ જ. પૈસા ગયા, માન ગયું તો હવે અપમાન સિવાય શું રહ્યું ? ૩૪૨ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy