SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ કરવા માટે આ અનુભવ પણ કરી લઈએ.” આપણે વિચારીએ : તમને એવો કોઈ માણસ મળશે જે જોતો હોય નીચે અને ચડતો હોય ઉપ૨ ? તળેટી તરફ મોઢું રાખીને શિખર તરફ જવાનો પ્રયત્ન કરે, એ શિખરે નહિ પહોંચે પણ નીચે ગબડી પડવાનો. જે વિચારોમાં અસત્ય, અશુભ અને અસુંદર રાખે છે એના જીવનમાં સત્ય, શિવ અને સૌંદર્ય માટે જગ્યા ક્યાં છે ? તમારે દુનિયામાં જે લાવવાનું છે, જેનું સર્જન કરવું છે, એને પહેલાં મનોસૃષ્ટિમાં લાવવું પડશે. જેમ જેમ મનોસૃષ્ટિમાં એ ખીલતું જશે તેમ તેમ બહારની દુનિયામાં એનું પરિવર્તન આવતું જશે. બહારના હજારો હથોડાથી પણ ન સુધરી શકે એ જો અંદરથી પરિવર્તન આણે તો બહારની બધી સૃષ્ટિ સહજ રીતે પલટાવી શકે. વિચારોની શોધ કરનારો જ ખરો ક્રાંતિકારક છે. ક્રાંતિ એટલે શું ? એક રાજ્યને ખતમ કરી નવું રાજ્ય લાવવું, લાંબા કપડામાંથી ટૂંકાં (mini) કપડાં પહેરવાં, હાથથી ખાતા હોઈએ તેના બદલે છરી કાંટાથી ખાવું – એ ક્રાન્તિ છે ? સાત વર્ષ પહેલાં એક ભાઈ ભૂલેશ્વરમાં રહેતા હતા તે હમણાં ફલેટમાં રહેવા આવ્યા છે. એ કહે : “મહારાજશ્રી ! તમે જોયું ? હું પહેલાં હતો એ નથી. ક્રાંતિ થઈ, ઘર અને જીવન બધું જ બદલાઈ ગયું છે. આવો અને જુઓ.” મેં પૂછ્યું : “થયું શું ? કહે : “અમે ભૂલેશ્વરમાંથી સીધા અહીં બ્લૉકમાં આવી ગયા. નાના નાના ઓરડાઓને બદલે વિશાળ ઓરડા, બધું આધુનિક મૉડર્ન ફર્નિચર, ઓરડે ઓરડે ઘડિયાળો, ટી.વી., વિડિયો, પહેરવેશમાં, ખાવામાં બધે જ ક્રાંતિ.” ક્રાંતિ' શબ્દ કેટલો સસ્તો બની ગયો છે ! ઝારને મારી બૉલ્શવિઝમ લાવવું અને લોકો ભલે “ક્રાંતિ' કહે પણ સાચી કાંતિ માણસના માનસના પલટાથી આવે છે. અંદરનો પલટો કરો તો બહારના જીવનના પ્રવાહોનો પલટો સહજ થઈ જાય. અંદરના પલટા સાથે બહારનો પલટો થાય જ. આજે ઍલોપથીમાં, વૈદકીય ક્ષેત્રોમાં કે માનસશાસ્ત્રમાં શું કહે છે ? વિચારો બદલો. કેટલીય માંદગીઓનું નિદાન X-Rayમાં નહિ મળે તે વિચારોમાં મળશે. માનવતાનાં મૂલ્ય છે ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy