SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ માણસને પિછાનવાની રીત એ સભ્યતા છે. જે સભ્યતાથી એક પ્રધાન સાથે વર્તો; એ જ સભ્યતાથી તમારા નોકર સાથે પણ વર્તો; અને જે ગૌરવ તમારા માણસો આગળ બતાવો એ જ ગૌરવ એક પ્રધાન સાથે પણ રાખો. વલસાડના સ્ટેશને એક યુરોપિયન ફર્સ્ટ ક્લાસનો આખો ડબ્બો રોકીને બેઠો હતો, જે કોઈ એ ડબ્બામાં બેસવા આવે એની સામે એ ઘૂરકીને પૂછે : Who are you ? તમે કોણ છો ? યુરોપિયનનો આ પ્રશ્ન સાંભળતાં જ આવનાર ભાગે. એવામાં એક આત્મગૌરવવાન યુવાન આવ્યો. એણે બારણું ઉઘાડ્યું. ત્યાં પેલો ઘૂરક્યો : Who are your ? યુવાને શાંતિથી કહ્યું : I am your father હું તારો બાપ છું. પેલો યુરોપિયન ખુશ થઈ ગયો. એણે કહ્યું : Come in. પેલા યુવાનને પોતાની પાસે બેસાડતાં એણે કહ્યું : તમારા જેવા ગૌરવવાળા અને નિર્ભય મિત્રની મારે જરૂર હતી; કારણ કે બીકણ, નિર્માલ્ય અને ડરપોકની સાથે બેસવામાં પણ પાપ છે. કાયરની મૈત્રી નકામી; એથી સંસ્કાર ન આવે, સંયમ પણ ન આવે, અને પ્રતિષ્ઠા પણ ન મળે. સોબત ઉત્તમની જોઈએ. આપણાથી અધિક ગુણસંપન્ન માણસની સોબત કરીએ તો એના ગુણ આપવામાં આવે અને અધમની સોબત કરીએ તો આપણા ગુણ જાય, અને એની અધમતા આપણામાં આવે. સડેલા પાન સાથે મૂકેલાં સારાં પાન પણ સડે છે અને એ તાજાં પાનને પણ ડાઘ લગાડે છે. આપણા આત્માની પણ એ જ દશા છે, વિષયવાસના અને વૃત્તિઓના સંગથી એ પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ અને પોતાનો પ્રકાશ ભૂલી ગયો છે. સિંહ અને ઘેટાં એક સિંહણનું બચ્ચું હતું. એની મા એને જન્મ આપી તરત મરણ પામી. માવિહોણા આ સિંહબાળને એક ભરવાડ ઊંચકી લાવ્યો અને પોતાનાં ઘેટાંની સાથે એને પણ વાડામાં પૂર્યું. દૂધ પર એ મોટું થવા લાગ્યું; ઘેટાં-બકરાં જંગલમાં ચરવા જાય ત્યારે આ પણ એમની સાથે જાય. એ બધાંની સાથે એવું તો હળી ગયું કે પોતાને પણ, તેઓમાંનું એક માને, અને બેં બેં કરે. ભરવાડ સિસકારા કરે ત્યારે ઘેટાં સાથે તે પણ ભરવાડ પાછળ દોડે. સિંહણનું પડખું સેવ્યું હોત, મુક્ત જંગલમાં ઊછર્યું હોત, અને સિંહણના દૂધને પામ્યું હોત તો એ ગર્જના કરી સ્વતંત્ર રીતે વનવિહાર કરી શકત, પણ આ તો ઘેટાં સાથે ૨મેલું. આમાં શૌર્ય કે શક્તિ કેમ પ્રગટે ? એક વા૨ સરિતાકિનારે આ ઘેટાં પાણી પી રહ્યાં હતાં ત્યારે પર્વતની ગુફામાંથી કોઈ સિંહ બહાર આવ્યો, અને પર્વતની ટોચ પર આવી એણે ગર્જના કરી, ત્રાડ સાંભળી ઘેટાં ને ભરવાડ તો જીવ લઈ નાઠાં. આ સિંહબાળ પણ Jain Education International ૨૧૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy