________________
માણસમાં જેમ જેમ લાયકાત આવતી જાય, તેમ તેમ એનામાં નમ્રતા આવવી જોઈએ. આંબાના ઝાડને જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ તે નમે છે. નમ્રતામાં જ એની મહત્તા રહેલી છે. એટલે આપણે કહીએ છીએ, “લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” લાયક માણસ કેવા નમ્ર હોય છે અને અલ્પ સત્ત્વવાળા કેવા ઉદ્ધત હોય છે, એનો એક પ્રસંગ મને યાદ આવે છે.
અમે અંધેરીમાં ચાતુર્માસ હતા. અમારા નજીકના બંગલામાં ગ્રેજ્યુએટ થયેલા એક ભાઈ રહે. પણ એમનામાં અભિમાન તો માય નહિ. એ ચાલે ત્યારે અક્કડ, ઘરેથી નીકળે ત્યારે એની ચાલ પણ જોવા જેવી. તાડ વળે તો એ વળે. અમારા સાધુઓ સામે મળે તો ભાઈ મોઢું મરડીને ચાલે. એને થાય કે આ તો બધા પૃથ્વી ઉપર ભારભૂત ! આ સાધુઓ શું કામના ? મફતનું ખાય અને ફર્યા કરે !
એક દિવસ ગમ્મત થઈ. હું એક ભાઈને બંગલે આહાર લેવા ગયેલો, ત્યાં એ બંગલાના માલિકે મારી સાથે જ્ઞાનગોષ્ઠિ માંડી. વાતો ચાલતી હતી, એટલામાં પેલા અક્કડભાઈ આવ્યા. શેઠને જોતાં જ એ એકદમ નમ્ર બની ગયા. શેઠને ખૂબ જ સભ્યતાથી સલામ કરી.
શેઠે કહ્યું : “આટલું મોડું ! નોકરી કરો છો કે હજામત ?”
પેલાએ અતિ નમ્રતાથી અને દીનતાથી કહ્યું : “સાહેબ, આજે જરા મોડું થઈ ગયું. માફ કરો. હવેથી આવી ભૂલ નહિ થાય !” અને એમના ઇશારા પ્રમાણે એ કામે લાગી ગયા.
મેં પૂછ્યું : “આ ભાઈને કેટલો પગાર આપો છો ?”
ઉત્તર મળ્યો “દોઢસો.” મને મનમાં થયું, દોઢસો માટે આટલી દીનતા ? આટલી કાકલૂદીભરી વિનંતી ?
જ્યારે ભોગને રોગ જાણી લાત મારનાર ત્યાગીઓને જોઈ અક્કડ બને અને ધનવાનની આગળ દીન બને ત્યારે દ્રોણાચાર્યનું વચન યાદ આવે છે. નાં રાસી વયમ – અમે ધનના દાસ છીએ, ધર્મના નહિ !
ધનની આગળ તો સૌ નમે. રોટલો આપનાર આગળ તો કૂતરું પણ નૃત્ય કરે. માણસ પણ એકલા પેટ પોષનારને જ નમે, અને મહાપુરુષોની કદર ન કરે, વડીલોનો વિનય ન સાચવે, અધ્યાપકો પ્રત્યે આદર ન દાખવે તો એની માનવતા કઈ રીતે વિકસે ? નમ્રતા માટે વસ્તુપાળનો પ્રસંગ વિચારવા જેવો છે.
પાલિતાણાની યાત્રાએ નીકળેલો સંઘ મહામંત્રી શ્રીવાસ્તુપાળના ગામમાં આવ્યો. એમણે સપ્રેમ સંઘને ભોજનનું નિમંત્રણ આપ્યું. સંઘ પોતાના ઘેર આવ્યો ત્યારે એમના હૈયામાં હર્ષ માય નહિ. સુવર્ણના થાળ અને સુવર્ણની ઝારી લઈ
હવે તો જાગો ! રદ ૧૯૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org