________________
“પ્રાજ્ઞ પુરુષનો આત્મા સ્વયં સમ્યફ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે – અર્થાતુ શાશ્વત્ મિથ્યાત્વ-માયાજાળ-ભ્રમ અદૃશ્ય થવાથી આત્મામાં આત્માથી આત્માની ઓળખાણ થવી.
આત્મા આત્માને જુએ છે. આત્મા આત્માને અનુભવે છે. આત્મરૂપ સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અજ્ઞાનરૂપ અંધકાર, માયાજાળ વગેરેનો કાયમ માટે વિલય કરી પોતાના સ્વભાવરૂપ સાથે એકાકાર થઈ અંતિમ મુક્તિ પ્રાપ્ત કરે છે.
તમને આ અનુભવ થાય ત્યારે “હું કોણ છું ? મારા કયા ગુણો છે ? મારી ખરી સંપત્તિ કઈ ?” વગેરે પ્રશ્નોના બરાબર જવાબ મેળવી શકો છો, જેનાથી તમારી ચેતનાની અનંત શક્તિ પ્રગટ થતી જાય છે. પછી તમે પ્રતીત કરી શકશો કે “હું સ્વયં ચેતના છું. પૂર્ણ આનંદ છું. શાશ્વતતા છું.”
હવે તમે જોશો કે જ્યાં અને જ્યારે તમને કોઈ પણ પ્રકારે ચેતનાનો અનુભવ થાય ત્યારે તે તમે પોતે જ છો, અને જ્યાં ચેતનાનો અનુભવ નથી, ત્યાં તમે નથી. પછી તમે સંપત્તિ-સત્તા-ધન-કીર્તિ, નામ, પાત્રો વગેરે બાહ્ય જડ ચીજોને પોતાની નહિ ગણો. આવી ચીજોથી આકર્ષાશો નહિ. સુખ અને દુઃખના ધ્રુવો વચ્ચે આંટાફેરા નહિ કરો. પછી તમે તમારા સ્વભાવમાં રહી સાચું સુખ અનુભવી શકશો.
આ સાચો આનંદ તમને તમારા કેન્દ્રમાં લઈ જાય છે અને તમારા ચહેરા પર પ્રસન્નતા પ્રગટાવે છે. તે નથી હાસ્ય યા આંસુ, આવેશ કે શોક, રાગ યા દ્વેષ – તે સંતુલન હશે, ઉત્કૃષ્ટ આનંદ હશે.
એક વખત તમે તમારી જાતને શરીર નહિ પણ આત્મા માનો અને પછી જુઓ તમારી જાગૃતિનો ઉદય થશે. જન્મ અને મૃત્યુ તો જડ પદાર્થની ઉત્પત્તિ અને લય છે. મૃત્યુ માત્ર બાહ્ય કલેવરની બદલી છે. પણ અંદરની ચેતના તો અપરિવર્તનીય અને અમર છે.
જડમાં જે પરિવર્તન આવે છે તે અનિવાર્ય છે અને તે જ્યારે આવે ત્યારે તેને તમે આવકારો છો, કારણ કે પરિવર્તનથી જ જીવન નીરોગી અને તાજું રહે છે. વહેતું પાણી જેમ નિર્મળ રહે છે, બંધિયાર પાણી ગંધાઈ ઊઠે છે. તેથી તમારા જીવનને વહેવા દો. પછી કોઈ ભય નથી. વહેવામાં જ તમારો વિકાસ છે.
તમે જ્યારે તમારી ચેતનાશક્તિ શાશ્વત, શાંત અને જીવંત અનંત શક્તિઓને ઓળખશો, ત્યારે તમને તે ઉચ્ચ કક્ષામાં લઈ જશે અને પછી તમે નિર્ભય બની તેનું ધ્યાન ધરી શકશો.
૨૬૦ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org