SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ન જોઈતું હોય તો જન્મને અટકાવો. અને જન્મને અટકાવવા માટે જીવનનો ધર્મ સમજો. જે માણસ મનુષ્ય બનવા છતાં પોતાનો ધર્મ સમજતો નથી તે કેવો કહેવાય ? સભામાંથી અવાજ આવ્યો: “પશુ જેવો.'' અને પશુમાંય ભયંકર સિંહ જેવો જ કહો ને ! સિંહ સાથે માણસની સરખામણી કરું તો તમે બહાર જઈને મારે માટે શું કહો ? કહોને કે માણસ જેવા માણસને જંગલી સિંહ સાથે સરખાવ્યો. પણ ગમે તે કહો તેનો મને વાંધો નથી. આજ તો હું તમારે જ મોઢે કબૂલ કરાવવાનો છું કે ધર્મને ભૂલે તો માણસ સિંહ જેવો ક્રૂર ખરો કે નહિ ? માણસે સિંહને ત્રણ હલકાં વિશેષણો આપ્યાં : જંગલી, હિંસક અને ક્રૂર. અને એના જ પ્રતિસ્પર્ધી ત્રણ શ્રેષ્ઠ વિશેષણો પોતાની જાત માટે વાપર્યાં છે. : શહેરી, અહિંસક અને સૌમ્ય. પણ આ વિશેષણો કોના માટે કેટલાં સાર્થક છે, એનો વિચાર તો કરવો જ રહ્યો ને ? સિંહ શિકાર ક્યારે કરે ? ભૂખ્યો થાય ત્યારે. ભૂખ ન હોય તો એ કોઈનોય શિકાર ન કરે. એની બાજુમાં થઈને એક નાનું બાળક પસાર થાય તોય એની સામે એ મીટ પણ ન માંડે, કારણ કે એનું પેટ ભરેલું છે. પેટ ભરેલું હોય તો વ્યર્થ શિકાર શા માટે કરે ? કારણ કે એને સંગ્રહ કરવાની જરૂર નથી. હવે તમે સિંહની સામે મનુષ્યને મૂકો, અને મનુષ્યનો વિચાર કરો. મનુષ્ય શિકાર ક્યારે કરે ? ભૂખ્યો હોય તો જ એ શિકાર કરે કે પેટ ભરેલું હોય તોયે એ જગતને લૂંટ્યા જ કરે ? આજે લોકોને નિચોવનારા, કાળાબજાર કરનારા, વસ્તુઓનો અપરિમિત સંગ્રહ કરનારાં, બજારને ઊંચો-નીચો કરનારા શું બધા ભૂખ્યા છે ? લોકોને ચૂસી કરોડોના માલિક બન્યા છતાં લૂંટ અટકતી નથી. જેમ ધન વધતું જાય તેમ શિકારી વૃત્તિ વિકસતી જાય. આનું કારણ શું ? કારણ કે, માણસને પેટ નથી ભરવું, પણ મોટા પટારા ભરવા છે. છતાં આપણે કહીએ છીએ કે માણસ શહેરી છે અને સિંહ જંગલી છે ! સંતોષમાં મગ્ન રહેનારો સિંહ જંગલી ગણાય અને અસંતોષથી જગતને લૂંટનાર માણસ શહેરી ગણાય ? હવે બીજી વાત ૫૨ આવો, સિંહ શિકાર ક્યારે કરે ? જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે પણ એ શિકાર કોનો કરે ? નાનકડા ઊંદર કે સસલાનો Jain Education International ૧૪૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy