________________
Jain Education International
સૌ
મ્ય પ્રકૃતિ એ એવો ગુણ છે કે એ જેની પ્રકૃતિમાં વણાયો હોય તેને જેમ શાંતિ આપે છે, તેમ તેના સમાગમમાં આવનારને પણ શાંતિ આપનાર બને છે. આ ગુણ આખા સંસારને સુખમય બનાવનાર છે, મધુરી હવા ફેલાવનાર છે અને ઈંઢ બંધાઈ ગયેલી મિથ્યા માન્યતાને કેવી રીતે ગાળવી તેનો ઉકેલ કરનાર પણ આ સૌમ્ય પ્રકૃતિ નામનો ગુણ જ છે.
સામા માણસની કાંઈક ભૂલને લીધે, તેને જોતાં, તમને અણગમો ઉત્પન્ન થાય, છતાં તમે તેને તક આપો. જેમ તમને હૈયું, લાગણી, ભાવના છે, તેમ તેને પણ તે બધું છે. કદાચ તેણે ભૂલથી અગર સંસારના સંયોગોની વિષમતાને લીધે કંઈક ખરાબ કાર્ય કર્યું હોય તો પણ તમે તેને એક વાર જરૂ૨ ક્ષમા આપો.
જેમ સાગરની અંદર ભરતી-ઓટ આવે છે, તેમ માનવીની ભાવનાઓમાં પણ ભરતી-ઓટ આવે છે. જેમ તમે પોતે
હવે તો જાગો ! * ૧૬૯
૧૫. સૌમ્ય પ્રકૃતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org