________________
છું. સાધનોની ભભકમાં સાધ્ય ચકાઈ ન જાય ! જે માણસ સાધનોમાં અટવાઈ જાય છે અને સાધ્યને ભૂલી જાય છે એના હાથમાં માત્ર સાધન રહે છે. સાધ્ય વગરના સાધકનું જીવન નિષ્ફળ બને છે. મારું કહેવું એટલું જ છે, આ સાધનોનો ઉપયોગ તમારા સાધ્ય માટે કરો. તમે તમારા સાધ્ય તરફ વધારે વેગથી, વધારે એકાગ્રતાથી આગળ વધી શકો એ માટે જ તમારાં આજનાં આ અદ્યતન સાધનોનો ઉપયોગ કરો, જેથી તમારું સાધ્ય નજીક આવી શકે. માણસને એ સદા લક્ષ્ય હોવું જોઈએ કે મારે જીવનમાં કોઈક સાધ્ય છે. જે માણસને સાધ્યનો ખ્યાલ ન હોય અને માત્ર સાધનો જ ભેગાં કર્યા કરે તો એવી પણ પળ આવે કે સાધનો ભેગાં થઈને સાધકને દાટી દે. દબાયેલો માણસ ઊંચે કેમ આવી શકે ?
માણસને એમ થાય છે કે આટલો વ્યવસાય, આટલો ઉદ્યોગ, કેવી રીતે હું બહાર આવું ? પણ થયું શું ? જે સાધનો સુખ માટે હતાં એ સાધનોએ એને એવો પરવશ બનાવી દીધો કે હવે એ જો સાધનો ન છોડે તો એ જ નહિ (Nowhere) જેવો થઈ જાય, ક્યાંયનો ન રહે. એને થાય હવે કરવું
શું
?
કેટલાક લોકો પૂછે છે : “આ બધા ભભકાને લીધે તો અમે છીએ. આ બધું ચાલ્યું જાય તો અમે જ મટી જઈએ.”
એનો અર્થ એ થયો કે સાધનો વધતાં વધતાં એટલાં બધાં વધી ગયાં કે ખુદ સાધકને પોતાને જ દબાવી દીધો. આ તો કેવી ગજબની વાત કે નોકરી એટલા બધા વધી જાય કે શેઠને જ રહેવા માટે રૂમ ન રહે. જે સાધનો આપણાં સુખ માટે, સગવડ માટે હતાં તે જ બંધન અને દુ:ખરૂપ બને. પૂજામાં હો કે જપમાં, જાત્રાએ જાઓ કે જ્ઞાનવાર્તા સાંભળવા જાઓ, ત્યારે પણ સાધનો વચ્ચે આવી ડોકિયું કરી જાય; એ શું સૂચવે છે ? સાધ્યને ગુમાવી માત્ર સાધનોનો સંગ્રહ કરવામાં જ સમગ્ર જીવન પૂરું કર્યું. વર્ષોના વધવા સાથે આંતરવૈભવ ધીમે ધીમે ક્ષીણ થતો રહ્યો છે.
સાધક, સાધન અને સાધ્ય આ ત્રણેનો વિચાર કરવાનો છે. સાધક માણસ છે, સાધન એને મળેલા જગતના પદાર્થો છે અને જે તરફ જવાનું છે એ સાધ્ય છે.
સાધનોને વખોડવામાં સમય બગાડશો નહિ. કેટલાક લોકો વિજ્ઞાનનાં સાધનોને વખોડતા જ હોય છે. “અરે ! વિજ્ઞાનનાં સાધનોએ સત્યાનાશ વાળ્યું !” કહીને સાધનોને નિંદે. સાધન ખરાબ નથી, સાધનનો ઉપયોગ કરનાર સાધક કોણ છે એના ઉપર બહુ આધાર રહે છે.
માનવતાનાં મૂલ્ય + ૯
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org