SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન શું છે ? વિજ્ઞાન તો માત્ર વસ્તુમાં રહેલું તત્ત્વ secret બતાવે છે. ઉપયોગની રીત સાથે એને કાંઈ લાગેવળગે નહિ. વિદ્યુત એક શક્તિ છે. તમે એનો સદુપયોગ કરો તો તમને પ્રકાશ આપે. પણ દુરુપયોગ કરો તો તમને જલાવી પણ નાખે. વિદ્યુત શું છે અને કેમ ઉત્પન્ન થાય છે તે બતાવવાનું કામ વિજ્ઞાનનું છે. સારાં સાધનોનો ખરાબ ઉપયોગ થાય અને ખરાબ સાધનોનો સારો ઉપયોગ પણ થાય. ઘણાં માણસો એમ જ માની બેઠા છે કે સાધન જ ખરાબ છે. જો સાધન ખરાબ ન હોત તો સાધકને વાંધો ન આવત. આ એક સમજફેર છે. એના જ કારણે સાધક પોતાને સુધારવાને બદલે ચોવીસે કલાક સાધનોને જ વખોડ્યા કરે છે. તમને જ પૂછું : “શું ધર્મનાં સાધનો મારામારીમાં કામ નથી લાગતાં ?” સાધનોનો જો દુરુપયોગ કરવો હોય તો ધર્મનાં સાધનોનો પણ થઈ શકે. પાકા પૂંઠામાં બાંધેલું, ધર્મનું પુસ્તક હોય અને આવેશમાં આવીને કોઈના ઉપર એથી ઘા કરે તો શું એનાથી માથામાં લોહી નીકળવાનો સંભવ નથી ? ચોપડી અહિંસાનાં પ્રવચનોની છે પણ ઘા કરે તો એથી પણ હિંસા થાય ને ? એવી જ રીતે તમારા હાથમાં ધર્મનું સાધન હોય અને ક્રોધમાં આવી એને છૂટું ફેંકો તો એ સાધન વડે માણસના મરી જવાનો પણ સંભવ છે. અઢી હજાર વર્ષ પહેલાંનો એક દાખલો છે. રાણી પ્રભાવતી પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જાય છે. જતાં પહેલાં દાસી પાસે પૂજાનાં શ્વેત કપડાં મગાવે છે. રાણી ક્રોધમાં હતી એટલે એને લાલ દેખાય છે. રાણીએ દાસી ઉપર ક્રોધમાં આવી હાથમાં રહેલ દર્પણનો છૂટો ઘા કર્યો, દાસી ત્યાં જ ઢળી ગઈ. પૂજાનું સાધન હિંસાનું કારણ બની ગયું. સાધન કરતાં સાધક કોણ છે એ જુઓ. સાધકની દૃષ્ટિ મહત્ત્વની છે. મુંબઈમાં એક કાચનું કારખાનું ચાલતું હતું. મશીનરીમાં કાંઈક બગડ્યું અને મશીન બંધ પડી ગયું. મશીન જ્યાંથી લીધું હતું ત્યાં તરત ખબર આપી. જર્મન કંપનીએ એરોપ્લેનમાં ઇંજિનિયરને મોકલ્યો. એ આવ્યો, મશીન તપાસ્યું, સાત દિવસમાં મશીન ચાલુ કરી આપ્યું, કારખાનું ચાલુ થયું. જતી વખતે કારખાનાના માલિકે ઇંજિનિયરને મોટી બક્ષિસ ધરી. ઇંજિનિયર કહે : “આભાર, મારે આપની બક્ષિસ નહિ જોઈએ.” “કેમ ?” “તમારી બક્ષિસ લઉં તો મારું મન લોભિયું થઈ જાય, લાલચુ થઈ જાય. મને તો મારી કંપની તરફથી પગાર મળે જ છે. એરોપ્લેનનું ભાડું, અહીં ૧૦ ક માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy