SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હોટેલમાં રહેવાનો ખર્ચ, બધું જ મળે છે. જે પગાર લઉં છું એ માટે મારે કામ કરવાનું છે.” ઉદ્યોગપતિ સજ્જન હતો, એને વધુ જાણવાની ઇચ્છા થઈ. પૂછ્યું : “મને એ ન સમજાયું. આમાં લાલચુ કેમ થવાય ?” ઈજનરે કહ્યું : “આજે તમે મને બક્ષિસ ધરી પણ કાલે બીજે ઠેકાણે હું કંપની તરફથી જાઉં અને માનો કે મને બક્ષિસ ન આપે તો તે વખતે મનમાં વિચાર આવે કે પેલો ઉદ્યોગપતિ સારો હતો, મોટી બક્ષિસ આપી અને આ ઉદ્યોગપતિ તો કંજૂસ છે, આણે કાંઈ જ ન ધર્યું ! મારા મનમાં એક જાતનો ખોટો વિચાર આવી જાય, મન ખોટું પડી જાય.” પગને ખાલી ચઢી જાય તો એ ચાલતો નથી, તેમ મનને ખાલી ચઢી જાય તો એ પણ ચાલતું નથી, નકામું થઈ જાય છે. જોનારને થાય કે આ ભાઈના પગ તો બરાબર છે, કેમ ઊભા થતા નથી ? પણ અંદર ખાલી ચઢી ગઈ છે, ચાલતાં લથડિયાં ખાશે એની બહારનાને ક્યાંથી ખબર ! મનની વાત પણ ભાઈ, એવી જ છે. મનને ખાલી ચઢી ગઈ છે એ તો જાગૃત સાધક હોય તે જ જાણે. ઇંજિનિયરના ઉત્તરમાં મનન છે. બક્ષિસ લેવા માંડે તો કાર્યમાં કુશળતા લાવવા માટે નહિ, પણ બક્ષિસ માટે જ કામ કરતો થઈ જાય. જે માણસ દૃષ્ટિ સામે માત્ર પૈસા રાખે, પોતાનું કર્તવ્ય ન રાખે એમ માણસ પૈસાનો જેવો જડ અને નકામો બની જાય છે. પૈસો નહિ, તમારો પ્રેમ એ બહુ મોટી વસ્તુ સાધક જાગૃત હોય તો સાધન ગમે એટલાં પ્રલોભક હોય પણ પ્રલોભનમાં આવે નહિ. જાગૃત મનવાળો માણસ આગળ ને આગળ વધી શકે તમે કહો છો કે શું કરીએ ? જમાનો બદલાઈ ગયો છે ! પણ માણસ પોતે કેટલો સ્થિર છે, કેટલો જાગૃત છે એનો વિચાર પોતે ન કરે અને જીવનભર માત્ર સાધનોને જ વખોડ્યા કરે તો સાધન તો એક જાય અને બીજું આવે. સાધન વિના માણસ કદી પણ રહી શકતો નથી. મન જાગૃત અને સ્કૂર્તિવાળું હોય તો જેમ ફુવારામાંથી પાણી છૂટે એમ એના મનમાં સુંદર વિચારોના ફૂવારા છૂટ્યા કરે. રાતના ઊઠે કે પ્રભાતના જાગે એના મનમાં સુંદર વિચારોની સ્કૂર્તિ છે. એ કોને લીધે ? જાગૃતિને લીધે. જાગૃત સાધકને ખ્યાલ હોય કે મારું સાધ્ય આ છે. મારું સાધ્ય દિવ્ય માનવતાનાં મૂલ્ય : ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy