SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સમય ટૂંકો થઈ જાય છે, જ્યારે અણગમતી પ્રવૃત્તિઓમાં કાળ લાંબો દેખાય છે. તેથી તમે જીવનને કઈ દૃષ્ટિથી જુઓ છો તે ખબર પડે, પછી કાળની હયાતી છે કે નહિ તે વિશે કોઈ ઝઘડો રહેતો નથી. પદાર્થ, ગતિ, સ્થિતિ, આકાશ અને કાળનું જ્ઞાન મેળવ્યા પછી તમારે એ સમજવું પડશે કે અંદરનો રહેનાર જ ચેતન છે દૃષ્ટિ બદલાતાં સમજાશે કે આ પાંચ તત્ત્વો તો તેના આધ્યાત્મિક વિકાસમાં સહાયક તત્ત્વો છે. આ જાણ્યા પછી બંધન તોડી હેતથી હેતુપૂર્ણ દિશામાં પ્રગતિ કરાય તે માટેની દરેક પ્રક્રિયાનું જાગૃતિપૂર્વક નિરીક્ષણ કરી શકશો. તમે તે જ માર્ગની પસંદગી કરશો, જે તમારી પ્રગતિમાં સહાયક થશે. તે સમ્યક્ હશે તો તમારા ધ્યેય પ્રતિ તમે પ્રચંડ દૃઢ સંકલ્પ સાથે આગળ વધશો. ચેતનાની શક્તિ આ રીતે એકાગ્ર બની પ્રગતિ કરે છે. તમે દુનિયામાં ગોળ ગોળ ફર્યા નહિ કરો, પછી તમે દુનિયા સાથે કરુણાપૂર્ણ સંબંધોથી વિકાસ સાધી શકશો. જડ અને ચેતન એ બંને શક્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે. ચેતનશક્તિ પુણ્યરૂપી જડ શક્તિની મદદથી માનવ બને છે. અનાદિકાળથી તેઓ સાથે ગતિ કરી પોતાનો સંસાર સર્જે છે. આ બંને શક્તિના ગુણોને જાળવવા છતાં તેમની ભાગીદારી ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે આંતર અનુભવમાં ઊંડા જઈ સંબંધ અને જીવનના કાર્યને જાણીએ. H,O તથા ઑક્સિજનના ગુણોને જાણવા છતાં બંનેને ભેગા કર્યા સિવાય પાણી ન બને તે જ રીતે ધ્યાનમાં જઈ તમે ચેતનાના કેન્દ્રનો સ્પર્શ કરો તો જ તમને અનુભવ થશે કે, “આ ચેતના જ છે, બીજું કશું નથી. અને તે હું પોતે જ છું.' પછી તમે શાસ્ત્રાર્થ-વાદવિવાદ-શુષ્ક ચર્ચાઓ નહિ કરો. આ શબ્દાતીત કેન્દ્ર સુધી ન પહોંચો ત્યાં સુધી તમે અવિરત પુરુષાર્થ કર્યા જ કરશો. પછી તમને લાગશે કે જેને હું મારું માનતો હતો તે તો માત્ર ઉપરનું કોચલું જ છે. ખરું પક્ષી તો અંદર છે. સામાન્ય રીતે વ્યક્તિઓને આપણે બાહ્યનામ, રૂપ-ઉપરના કોચલા પરથી ઓળખીએ છીએ, પણ અંદરના પંખીને ઓળખતાં જ નથી. અંદર ઊંડાણમાં ગયા સિવાય આ આત્મારૂપ પક્ષીનું દર્શન પણ કેમ થાય. એક વખત આ ઊંડો અનુભવ થાય, પછી ચેતનાશક્તિ અને જડશક્તિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ સમજાય. જ્યાં સુધી ઈંડું અને અંદરનો જીવ સાથે છે, ત્યાં સુધી જ ભાગીદારી છે. જ્યાં સુધી પાંદડું ઝાડ પર છે, ત્યાં સુધી ચેતના બાહ્ય જીવંત રૂપથી ઓળખાય છે પણ જ્યારે ઈંડું ફોડી પક્ષી ઊડી જાય, Jain Education International ૨૪૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy