________________
બે પાંખો કપાઈ જતાં તું જૈન મટી ‘“જન” બની જઈશ ! તારી શોભા આ બે દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે ! તને ગગનવિહારી બનાવનારી છે ! આ અહિંસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિનો સંદેશ પાઠવી શકીશ. શાન્તિનો દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તો સમજજે કે તું પંગું છે, લંગડો છે, તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ જાય ! માટે જાગ્રત બન ! ઝોકાં ખાવાં છોડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુક્તિ નહિ મળે ! મુક્તિ મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એમણે કેવાં મહાન શુભ કાર્યો કર્યાં હતાં ! જો—
જેમણે ધૈર્યપૂર્વક નર-પિશાચનો સામનો કરી, ભયભીતને નિર્ભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિનો પરચો બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું. જેમણે સાંવચ્છરિક દાન દઈ, અઢળક સંપત્તિ વર્ષાવી અને દીન, હીન, અનાથ ને ગરીબોને યથાયોગ્ય દાન વડે સુખી બનાવી દાનવીર પદ વિભૂષિત કર્યું હતું !
જેમણે વૈભવોથી છલકાતાં રાજમંદિરોને છોડી, પોતાના ખારા પ્રિયજનોથી વિખૂટા પડી અને મહામોહનો પરાજય કરી ત્યાગવીર પદ સુશોભિત કર્યું હતું.
જેમણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓનો નાશ કરી અને ઇન્દ્રિયો પર વિજય મેળવી શૂરવીર પદ શોભાવ્યું હતું !
જેમણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનત્વને પોતાના જીવનમાં વણી, એનો જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી ધર્મવીર પ૬ અલંકૃત કર્યું હતું ! એ જ નરવીરનો તું પુત્ર !
જેમના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, એ તને શોભે ખરું ? ઊઠ ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ધ્વનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા ક૨ ! પાપના પડદા ચિરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ. હિંમત ને ઉત્સાહથી આગેકદમ ભર ! તારી અદમ્ય શક્તિઓનો પરચો જગતને બતાવ ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તોને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર. આચરણવિહોણાં ભાષણોથી કાંઈ વળે તેમ નથી. એવાં નિર્માલ્ય ભાષણો સાંભળી સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે ! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જોઈ દુનિયા દિંગ બની જાય !
કડક શિસ્ત કેળવ ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર ! વાસનાઓનો સમૂળગો નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે ! જરા પણ ગભરાઈશ નહિ ! કોઈથી
ભારતની એક વિરલ વિભૂતિ * ૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
―
www.jainelibrary.org