________________
પ્રભુને જોયા છે. એ સામે જ છે એટલે કહે છે
હું તારો જ છું. પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન હવે બીજા પુરુષમાં છે. નજીક આવ્યો છે.
તું એ હું જ છું આ ત્રીજી ભૂમિકા છે. પોતે અને પરમાત્મા બંને પ્રથમ પુરુષમાં આવી ગયા. ભગવાનમાં જે ગુણો છે તે બધા પોતાનામાં છે એની એને દૃઢ પ્રતીતિ થઈ છે. એટલે આત્મરમણતામાં કહે છે : તું એ હું જ છું.
-
દૃષ્ટાન્ત તરીકે ગામડાની કોઈ કન્યાનાં શહેરના કોઈ ધનવાન યુવક સાથે વિવાહ થયા હતા, વેવિશાળ માબાપે નક્કી કર્યું હોય, કન્યાએ યુવકને જોયો ન હોય અને સખીઓમાં વાત નીકળે તો કહે : હું તેની જ છું, જોયા પછી એમ કહે: હું તારી જ છું. લગ્ન થયા પછી ઘરની સ્વામિની બનીને કહે છે: તું એ હું જ છું.
એ જ રીતે કોઈ શેઠને ઘણી દુકાનો હોય, ગામેગામ એની શાખા હોય. અને એની કોઈ શાખામાં કોઈ નવો નોકરીએ રહે અને પૂછે તો કહે : હું શેઠનો માણસ છું. શેઠને જોયા પછી કહે : હું તમારો જ છું અને આગળ વધતાં નોકરમાંથી મુનીમ થાય, મુનીમમાંથી શેઠનો આઠ આનીમાં ભાગીદાર થઈ શેઠના જેવો થઈ જાય. શેઠમાં અને એનામાં ભેદ ન રહે ત્યારે કહે ને કે તમે તે જ હું છું !
દર્શન એ જ આત્માની ઝાંખી છે, જ્ઞાન એ આત્માની સમજ છે. ચારિત્ર એ આત્માની ૨મણતા છે પૂર્ણ એકતા છે.
સૂફીની મને એક કવિતા યાદ આવે છે. એક આશક છે. એ પોતાની પ્રિયાને ત્યાં જાય છે. પ્રિયાનું ઘર દૂર છે. છતાં એ ત્યાં પહોંચી જાય છે. સાંજે જઈ એ બારણા ઉપર ટકોરા મારે છે. અંદરથી અવાજ આવે છે: “કોણ છે ?'’ આશકે જવાબ વાળ્યો, “હું છું.” અંદરથી ઉત્તર આવ્યો. “આ સ્થાન નાનું છે, આમાં હુંની જગ્યા નથી !'' દ્વાર ન ખૂલ્યું. એ ચાલી ગયો. જંગલના એકાન્તમાં જઈ બેઠો. એનું મન ધીરે ધીરે શાન્ત પડ્યું. ચંચળતા શમી ગઈ. મન પરનું ઢાંકણું ઊઘડી ગયું. અંદરથી જ એને જવાબ મળ્યો. એ જવાબમાં જે તત્ત્વ સમાયું હતું તે સમજાતાં એ હસી પડ્યો. ઊભો થયો અને આવ્યો ફરી એ પ્રિયાને દ્વારે. ટકોરા મારી એ પ્રતીક્ષા કરતો ઊભો જ રહ્યો. અંદરથી ફરી એ જ પ્રશ્ન : “કોણ છે ?'' જવાબ વાળ્યો : “તું છે.' દ્વાર ખૂલ્યું.
તું તે જે સ્વયં છો તે આ જ છે. આ અને તે જુદાં નથી. બિન્દુ નાનું દેખાય છે પણ સિન્ધુથી જુદી જાતનું નથી. અરે, બિન્દુ એટલે જ સિન્ધુ ! બિન્દુઓ ન હોત તો સિન્ધુ સંભવત કેમ ? આત્મા ન હોત તો પરમાત્મા
Jain Education International
૩૮૬ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org