SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પણ નિર્ણય ન લઈ શકે. કહે : લાવો, હવે આપણે ચિઠ્ઠીઓ નાખીએ, ચિઠ્ઠીઓ નાખવી પડે એ વિચારશક્તિનું અપમાન નથી ? નાનપણથી જ તમારા મગજમાં આસપાસના સૌ ઠસાવતા આવ્યા છે : તું શું કરવાનો ? તું શું સમજે ? તારાથી કાંઈ નહિ થાય, બેસી જા.” તમે શાળામાં જાઓ ત્યાં જેને જીવનનું દર્શન નથી એવા માત્ર બી.એ. થયેલા શિક્ષકો શું ભણાવે ? “બેસી જા, તું નહિ સમજે. તને શું આવડવાનું છે ? ઠોઠ, બેસી જા.” પછી ગુરુઓનો વારો આવે. “તમે સંસારી લોકો પાપમાં પડેલા, અજ્ઞાની. તમે આત્માની બાબતમાં શું જાણો ? સંસારના કીચડમાં પડેલા સ્વર્ગની વાતો શું જાણો ? તમારા આ કીચડ પર જીવે, મઝા કરે, પ્રસિદ્ધિ મેળવે અને તમને જ નીચે નાખે અને નિર્બળતા અને હીનતાનો ઉપદેશ આપે. પછી સમાજમાં જ્યાં જ્યાં કામ કરવા જાય ત્યાં પણ એ જ પડઘા પડે, એવું જ સાંભળવા મળે. આ અજ્ઞાનમય ઝેરી વાતાવરણ મનને એવું નિર્બળ, વહેમી, શંકાશીલ. થાકેલું, અશક્ત, અજ્ઞાની કરી નાખે કે માણસ અંદરથી ખલાસ થઈ જાય અને ઉદાત્ત કંઈ વિચારી જ ન શકે. એ કામ કરે પણ સાંજે એની અવસ્થા તો જુઓ ? થાકેલો, કંટાળેલો, ઘરમાં કોઈ બોલાવે તો કહે : “બોલાવશો નહિ. જોતા નથી ? આખો દિવસ કામ કરી કરીને મરી ગયો.” ભલા આદમી, તું મરવા માટે કામ કરે છે કે જીવન જીવવા માટે ? તમારું પ્રત્યેક કાર્ય તમારા જીવનનો આનંદ હોવો જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ મનને પ્રસન્નતાપૂર્વક ઉપર ઉઠાવે એવી હોવી જોઈએ પ્રવૃત્તિ આનંદ ન આપતી હોય તો પ્રવૃત્તિને આનંદમય બનાવો. જે મોળું છે એમાં આનંદની મીઠાશ રેડવાથી એ મધુર બની જાય છે. રસ રેડીને કામ કરો પછી એ કાર્યમાં થાક નહિ પણ ઉત્સાહ આવે. ઉત્સાહમાં માણસ શુભ ધ્યાનમાં રહે, પછી કર્મબંધન ક્યાંથી ? દુખી, થાકેલો, કામ કરતાં કરતાં શોક કરનારો માણસ જે કાંઈ કામ કરે છે એમાં એ કર્મ બાંધે. “શોકે સંસાર વધે ઘણો, શોક નર્કની ખાણ.' કામ કરતાં કરતાં માણસને મુક્ત બનવાનું છે. સતત પ્રશ્ન પૂછવાનો છે : “મારી પ્રવૃત્તિ અને જીવનના દૃષ્ટિકોણ તરફ લઈ જાય છે ?” પચાસ વર્ષ પહેલાંની વાત છે. એક ઝવેરી કુટુંબ ધંધો સમેટી દેશમાં જવાનું હતું પણ પિતાની ઇચ્છા દીકરાને ઝવેરાતના ધંધામાં રાખવાની હતી. માનવતાનાં મૂલ્ય : ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy