SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શોખનાં સેવનથી આર્યદેશ પતન પામ્યો છે. આ દેશનું ક્ષાત્રતેજ વગેરે સર્વત્ર આદર્શરૂપ હતાં. એ બળ, એ દીર્ધાયુષિતા, એ શૌર્ય, એ વીરતા અને દીર્ઘ ચિન્તન આદિ આજે એમાંનું કંઈ શોખુંય મળતું નથી. એનું કારણ આપણે સંયમને છોડ્યો અને અસંયમને સ્વીકાર્યો તે છે. વિષય, વિલાસ ને વિકારનાં સાધનો આજે ઘણા પ્રમાણમાં અહીં પેસી ગયાં છે. વ્યસનો અને કુટેવો માટે તો કહેવું જ શું ? હું તમને પૂછું છું કે, આ દેશમાં ચાની શી જરૂર ? ઇંગ્લેન્ડ આદિ ઠંડા પ્રદેશમાં તો સમજ્યા પણ આ સમશીતોષ્ણ દેશમાં એની શી જરૂર ? ચાને લઈને આ હિંદમાં કેટલી બેકારી વધી ? માત્ર રૂપિયા કમાનાર માણસ પણ ત્રણ-ચાર આના ચામાં વાપરે, આ કઈ દશા ? આજના ક્રાન્તિકારી યુવાનને, ચા વિના ઊંધ ન ઊડે ! મોં પર સરખી ન આવે, જાણે ચા દેવીનો માનીતો ગુલામ ! ભલે તમે કદાચ ચા પીતા હો, પણ એના વિના ચાલે જ નહિ, ઊંઘ ન ઊડે, ટાંટિયા ઘસવા પડે – એ કઈ સ્થિતિ કહેવાય ? આપણા બાપ-દાદા ચા વિના ઘોર્યા જ કરતા હતા અને આપણે ચા પીને જાગીએ છીએ, એમ તો નથી ને ? વ્યસન અને સંયમ તમે શાન્તિથી, હું જે કહું છું તેના પર વિચાર કરો. આજે વ્યસનોને લીધે કેવી સંયમહીન સ્થિતિ થઈ છે તેનો વિચાર કરો. મનનો, વાણીનો કે ચક્ષુનો એકેનો પૂર્ણ સંયમ છે ખરો ? તમે તમારી જાતને ભલે સ્વતંત્ર માનતા હો પણ વાસ્તવિક રીતે સ્વતંત્ર છો ખરા ? ઇન્દ્રિયોનો ગુલામ એ આઝાદ નહિ પણ બંદીવાન છે. વિષયોનો દાસ એ સ્વતંત્ર નહિ પણ પરતંત્ર છે. વિકારો પાછળ ઘસડાઈને સંયમહીન જીવન બનાવવું એ ઉન્નતિ નથી પણ અવનતિ છે. પણ તમે તમારા અંતરને પૂછો કે તમે આજે માલિક છો કે ગુલામ ? વાસનાઓના દાસ બની સ્વતંત્રતાની વાતો કરવી એ કેટલું હાસ્યાસ્પદ ગણાય ! સ્વતંત્રતાનો હક્ક વાતોથી નહિ, પણ ગુણ અને લાયકાતથી મેળવવો જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હક્ક એ માનવીને જન્મસિદ્ધ છે ! પણ પોર્વાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હક્ક યોગ્યતાથી – લાયકાતથી પ્રાપ્ત થાય છે, આ બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. એક જન્માંધ છોકરો પરિભ્રમણ સ્વાતંત્ર્ય માંગે તો એનો પિતા એને પરિભ્રમણ સ્વાતંત્ર્યનો હક આપે ખરો ? કોઈ કજિયાળો અને ગાળો દેનારો માણસ વાણીસ્વાતંત્ર્યનો હક માંગે તો એને અપાય ખરો ? અને અપાય તો રોજ કેટલા કજિયા થાય ? નાદાન બાળકને મતસ્વાતંત્ર્યનો હક્ક અપાય ખરો ? વ્યભિચારીને આચારસ્વાતંત્ર્યનો હક્ક અપાય ખરો ? મૂર્ખને વિચારસ્વાતંત્ર્ય અપાય ખરું ? તાત્પર્ય એ છે કે ૯૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy