SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આપણો બે હજાર વર્ષનો ઇતિહાસ આપણે ન જાગવાને કારણે ઘણું ગુમાવ્યું છે. બે હજાર વર્ષનો ઇતિહાસ તપાસશો તો જણાશે કે આપણે કેટલા ગબડી ગયા છીએ. એક વાર વિહંગાવલોકન કરી જુઓ તો પરિસ્થિતિ સમજાશે. એક દિવસ રોમની સંસ્કૃતિ પણ આપણી સંસ્કૃતિ પાસે ઝાંખી લાગતી. આ સંસ્કૃતિ માટે રોમમાં પણ ગૌરવ હતું, દેશપરદેશના પ્રવાસીઓ આ સંસ્કૃતિના મુક્ત કંઠે ગુણગાન કરતા, તે જ સંસ્કૃતિ આજે મૃત:પ્રાય અને જાણે છેલ્લો શ્વાસોશ્વાસ લેતી હોય એમ લાગે છે. આજે તમે કઈ દિશામાં આવી પહોંચ્યા છો ? કાળી ચામડીમાં ભયંકર ગોરા ! આર્યોના શરીરમાં અનાર્યોનો આત્મા પેઠો. સંત-મહંતોની આ ગૌરવવન્તી ભારત ભૂમિમાં આજે જીવનની કિંમત નથી, ધર્મની કંઈ ગણના નથી, તત્ત્વજ્ઞાનની કંઈ પડી નથી આ શું કહેવાય ? આપણા યુવાનોને યુરોપનાં પર્વત, નદી ને તળાવો વગેરે કંઠસ્થ ખરાં, પણ ગંગા, યમુના કે સરસ્વતીનું પ્રભવસ્થાન કે વિલીન થવાનું સ્થાન ક્યાં એ ખબર ન મળે. અરે બહારના બધા તત્ત્વચિંતકોનાં નામ બોલી જનારને એના પોતાના આસપાસમાં થયેલા જીવનદ્રષ્ટાઓનાં નામ પણ ન આવડે. આ કેટલી શોચનીય સ્થિતિ ગણાય ? આખા વિશ્વનું જ્ઞાન મેળવો પણ ઘરનું જ્ઞાન પહેલાં મેળવો એ મારું કહેવું છે. ઘરનું જ્ઞાન ન મેળવવાને કારણે આપણા જ યુવાનો દ્વારા આપણી સંસ્કૃતિ ભૂંસાતી જાય છે ને બહારની સંસ્કૃતિ નવપલ્લવિત થાય છે. માટે કહેવું પડે છે કે ખૂબ ઊંઘ્યા ! બહુ ઊંઘનારો ઊંઘમાં પણ લવારો કરે છે, એવી જ આપણી પણ દશા છે. ઊંડો વિચાર કરાય તો સમજાય કે સંસ્કૃતિ અંગે તમારું બોલવું પણ બકવાસરૂપ છે. તમારા આગેવાનો કેટલીક વાર આર્યાવર્તનાં ગુણગાન કરે છે, પણ તે પૂર્ણ રીતે સમજ્યા વગર અને જીવનમાં ઉતાર્યા વગર માત્ર ઉપર ઉપરથી શબ્દોના સાથિયા પૂરી જાય છે જેની કિંમત ઊંઘમાં થતા લવારા કરતાં જરાયે વધારે ન આંકી શકાય. માટે જાગો ! આપણને મળેલા આધ્યાત્મિક ને સાંસ્કૃતિક વારસાની કિંમત સમજો, તો જ મળેલા આ ઉત્તમ માનવઇન્મની મહત્તા અંકાશે. બ્રહ્મચર્ય આજના પ્રવચનની પ્રાભૂમિકા આપણે વિચારી ગયા. હવે મુખ્ય વિષયનો વિચાર કરીએ. આ દેશ બ્રહ્મચર્યના પુંજરૂપ હતો, સંયમની ચર્ચા ઘર ઘર થતી. બ્રહ્મચર્ય એ જ ધન અને સર્વસ્વ મનાતું, કારણ કે આ બધા સદ્ગુણોનું બ્રહ્મચર્ય એ મૂળ છે ! એને ખોવાથી તેમજ વિલાસ અને મોજ હવે તો જાગો ! : ૯૩ Jain Education International LIS For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy