SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. ભારતની એક વિરલ વિભૂતિ Jain Education International હિં સાના ભડકાથી સળગતી દુનિયા પર, વિલાસમગ્ન દુનિયા પર, પાપથી ખદબદતી દુનિયા ૫૨, ચૈત્ર સુદ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકેવિભૂતિએ અવતાર લીધો. આંખમાં અમૃત, મુખકમળ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વવાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ, દુનિયા દંગ બની ગઈ. વિરલ-વિભૂતિના આગમનથી દુઃખિયારી દુનિયા ૫૨ સુખની ગુલાબી હવાનો સંચાર થયો. વસંતની કામણગારી કોકિલા આમ્રવૃક્ષની શાખા પર આનંદ ને ઉલ્લાસથી ઝૂલા ઝૂલતી, મંજુલ ધ્વનિથી ટહુકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી મનોહર પક્ષીઓ મનોજ્ઞ-ગીત ગાવા લાગ્યાં, શુભ્ર વસ્ત્રધારિણી સરિતા, પૂર્ણ સ્વાસ્થ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણી ધસવા લાગી, વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા દીવાનાથનો કોમળ પ્રકાશ-પુંજ, ધરા ભારતની એક વિરલ વિભૂતિ * ૩૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy