SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ દાનથી વેગળા રહ્યા છે. આ હાથે દાન કર્યું નથી. આ હાથથી એણે લૂંટ જ ચલાવી છે. આ હાથથી એણે નોટનાં બંડલો જ ભેગાં કર્યાં છે. કેવી રીતે ભેગાં કર્યાં છે, તેની તને ખબર છે ? લૂંટીને, ફસાવીને, અજ્ઞાનમાં રાખીને, વિશ્વાસઘાત કરીને ભેગાં કર્યાં છે.' આ વાત વિચારવા જેવી છે. ભેગું તો કર્યું પણ સાથે શું આવવાનું ? પાછળ મૂકીને જવા માટે કેટલાં પાપો થઈ રહ્યાં છે ? પુણ્યનો સૂર્ય તપે છે, ત્યાં સુધી પૈસાનો પ્રકાશ આવે છે, એ આથમતાં આત્માનું શું ? જબ લગ તેરે પુણ્ય કા, આયા નહીં કરાર, તબ લગ સબકુછ માફ હૈ, ગુના કરો હજાર. જ્યાં સુધી પુણ્ય છે, ત્યાં સુધી ધમધોકાર ચાલે. ઊંધું નાખશો તોય સીધું પડશે. પુણ્યનો કરાર પૂરો થશે, એટલે પાપનો વારો આવશે. પછી સવળું કરશો તોય અવળું પડશે. લક્ષ્મીને રાખવા માગશો તોય તે તાળી દઈને ચાલી જશે. અત્યારે તમારી પાસે છે, ત્યારે તમે વાપરો, નહિ તો લક્ષ્મી તમારી પાસે કઈ રીતે ટકે ? આજે તો લોકોની વૃત્તિ એવી થઈ છે કે, હું આખા ગામનું ખાઉં, મારું ખાય એનું નખોદ જાય. આવી વૃત્તિ હોય ત્યાં ઉદારતા કેમ સંભવે ? આવા માણસો કદાચ દાન કરે તો તે પણ કીર્તિ માટે. પાંચ હજાર રૂપિયા ખર્ચીને બીજે દિવસે ક્યાં જુએ ? છાપામાં. છાપામાં પોતાના સમાચાર અને ફોટા ન જુએ તો પેટમાં ગોટા જ ઊપડે ને ! દાન એક પ્રકારનો વ્યાપાર ન બનવો જોઈએ. દાનવીર પુરુષોએ પાલિતાણામાં મંદિરોનું નગર ઊભું કર્યું, પણ ક્યાંય નામ ન મળે. આજ તો એક ‘પટ' કરાવે તોય અંદર નામ કોતરાવે ! અને એકલું પોતાનું કે પોતાના પિતાનું નહિ. પણ ઘ૨માં હોય તે બધાંનું. શું કીર્તિભૂખ ? તમે કહેશો : 'અમે અમારા પૈસા આપીએ તો બદલો ન માગીએ?’ પણ હું તમને પૂછું છું કે તમે આ પૈસા લાવ્યા ક્યાંથી ? ગરીબો પાસેથી ને ? તો જેમના છે, તેમને આપો છો, તેમાં આટલા શાના ફુલાઓ છો ? એક ઠેકાણે ટેકરો છે, એનો અર્થ એ જ કે બીજે ઠેકાણે ખાડો પડ્યો છે ! પહેલાંના જમાનામાં સુખી માણસો ઘરમાંથી નીકળતા ત્યારે અપંગ માણસો તેમની વાટ જોઈને બેસતા. ફૂલા, લંગડા, આંધળાઓનું એ પોષણ કરતા, અને ખિસ્સામાં સોનામહોરો પણ રાખતા. જરૂરિયાતવાળા સારા Jain Education International ૧૮૦ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy