________________
ફળ ભોગવવા તે પ્રમાણે આપણે બીજો જન્મ લઈએ છીએ. આપણા ઉપયોગ યા જાતિની કક્ષા મુજબ આપણે વિશ્વમાંથી તે પ્રકારનાં આંદોલનો ગ્રહણ કરીએ છીએ. આપણે જે અશુભ-ખંડનાત્મક આંદોલનો ફેંક્યાં હશે તો આપણને દુઃખ અને પીડા મળશે. આપણે જો શુભ સર્જનાત્મક આંદોલનો ફેંક્યાં હશે તો પડઘાની માફક સુખ અને આનંદ પાછાં ફરશે. આ આંદોલનો પડઘાની માફક પાછાં ફરી આત્મા પર તે પ્રકારની કર્મજ ચોંટાડી તે તે પ્રકારનાં પરિણામો પ્રગટાવશે.
આ આંદોલનો પૂર્વના અનેક ભવોનાં હોય, આ જ ભવનાં પૂર્વભાગનાં હોય અથવા તો ગઈકાલનાં પણ હોય. પણ તે આપણે જે ફેંકેલાં છે. તેથી આપણને તે તે પ્રકારનાં ફળ આપે છે. આ શુભ-અશુભ પડઘાથી કર્મગાંઠ યા સંબંધો બંધાય છે.
પણ એવો કોઈ ભૂતકાળ નથી કે જે આપણાં ભાવિ નક્કી કરી શકે. આધ્યાત્મિક વિકાસ માટે વર્તમાન ક્ષણ એ જ મહામૂલ્યવાન છે. આપણા ભૂતકાળનાં આંદોલનોથી અમુક ગાંઠો બંધાઈ છે, જેને પૂર્ણ કરવા – છોડવા - યા નાશ કરવા વર્તમાનકાળ જ ઉપયોગી છે.
વર્તમાન જીવનની શી કિંમત છે ? આપણે એ કેવી રીતે કહી શકીએ કે વર્તમાનમાં બધું શક્ય છે ! આનો ઉત્તર એ છે કે જીવે બાંધેલાં કર્મ જીવ જ છોડી શકે છે યા તેનું રૂપાંતરણ યા સંક્રમણ કરી શકે છે પૂર્વના અશુભખંડનાત્મક કર્મોનો નાશ વર્તમાનના શુક્લ ધ્યાનનાં સર્જનાત્મક આંદોલનોથી થઈ શકે છે. વર્તમાનમાં શુદ્ધ ભાવનાઓથી પૂર્વનાં અશુભ-શુભમાં સંક્રમણ થઈ શકે છે. (કર્મ ઉદયમાં ન આવ્યા હોય, સત્તામાં હોય તો જ આ સંક્રમણકરણ કરી શકાય છે.)
ધ્યાનમાં આનો અનુભવ થવો જોઈએ. આ બૌદ્ધિક અનુભવ નથી. જ્યાં તર્કનો અંત આવે છે. ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે.
પૂર્વજન્મનાં કર્મો અનેક રીતે અનેક સંબંધોમાં વ્યક્ત થાય છે. આ સંક્રમણ અનુભવગમ્ય છે તેને તર્કથી સમજાવવાં શક્ય નથી. દા. ત. માતા બાળકને જન્મ આપે કે તરત જ તેને બાળક માટે પ્રેમ ઉત્પન્ન થાય છે. તેના સ્તનમાં રક્તને સ્થાને દૂધ ઊભરાય છે. માબાપ એક બાળકરૂપી અજાણ્યા આગંતક માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે. પ્રેયસી પ્રિયતમ માટે મૃત્યુને વરવા તૈયાર થાય છે, એરપોર્ટ પર અચાનક એક અજાણ્યા માનવીને મળવાથી પ્રથમ પરિચયમાં પ્રેમ બંધાઈ જાય છે; જે કુટુંબીજન કરતાં પણ વધુ વહાલા લાગે છે. આ બધું અનુભવગમ્ય છે.
જડ-ચેતનનું મેંદજ્ઞાન * ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org