________________
આવું કેમ બને છે ! એક વ્યક્તિ પ્રતિ રાગ અને બીજી પ્રતિ કેષ ! હૃદયની વાતોને તર્ક સમજાવી ન શકે. પાસ્કલે કહ્યું કે, “માનવો નદીમાં તરતાં લાકડાના ટુકડા જેવા નથી, જે ઘડીમાં મળે ને ઘડીમાં છૂટા પડી જાય.” મનની મર્યાદિત શક્તિને કારણે તેઓ આ સંબંધ સમજી ન શકે અને તેમ છતાં એવું કોઈ તત્ત્વ છે જે કેટલાકને પ્રેમથી જોડે છે અને કેટલાકને પરસ્પર વેર કરાવે છે. Heart has a reason which Reason cannot define.
જ્યારે તમારું હૃદય ભાવના કરે છે ત્યારે તે કંપનો કરે છે. તમને તમારા જીવનનું ધ્યેય આ હૃદય સમજાવે છે. તેથી હૃદયને સતત સાંભળો. આ આંતર અવાજના શ્રવણથી તમારો અભુત વિકાસ થશે.
ભારતના એક કુટુંબનો નબીરો અમેરિકામાં અભ્યાસ કરતાં ત્યાં એક અમેરિકન કન્યા સાથે પ્રેમ થવાથી ત્યાં જ પરણી ગયો વર અને વધૂ બંને ભારત આવ્યાં. તેનાં કુટુંબીઓએ તેનો દેખાવ, ઊંચાઈ, વર્તણૂક વગેરે જોઈ ટીકા કરતાં કહ્યું, “આ તારી કેવી પસંદગી છે ?” કઈ જાતની છોકરી છે !”
પુત્રે જવાબ આપ્યો, “તેને જોવા તમારે મારી ચક્ષુદષ્ટિ જોઈશે. મારી દૃષ્ટિ વિના તમે તેને જોઈ નહિ શકો.”
ઘરડાં માબાપ આનો મર્મ સમજ્યા નહિ. એક વખત તેઓ મને મળ્યાં અને પૂછયું, “અમારો પુત્ર શું કહેવા માંગે છે ? તેની આંખો અમારે કેમ લેવી ? અમારી આંખોમાં કંઈ ખામી છે ? અમારી આંખો તેના જેવી નથી ?"
આ પ્રશ્ન સંબંધનો કર્મના ઉદયમાં આવતાં કંપનોનો છે. કશુંક જોડે છે. કશુંક તોડે છે. હૃદયનું જોડાણ હોય ત્યાં વિકાસ થાય છે. તે એકબીજાની ખામી ચલાવી લે છે. તેઓ રચનાત્મક કર્મસંબંધમાં જોડાય છે આસક્તિ અને લાલસાથી નહીં, પણ પરસ્પરનાં વિકાસના વિનાશમાં કાં વિનાશના વિકાસમાં સહાયક થવા માટે, આ રીતે કર્મોના વિલય માટે આવાં જોડાણ કરનાર કર્મો વિકાસનો સુંદર માર્ગ બને છે. મિત્ર, ભાગીદાર, શિક્ષક, બાળક વગેરે. એકબીજાનો હાથ પકડવાથી આપણો વિકાસ થાય છે.
આપણા સંબંધોનો વિશ્વમાં બનતા બનાવોમાં કેટલો ફાળો હોય છે તે બાબતમાં પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ શું રહસ્ય છે તે હવે સમજીએ. દા.ત. એક માણસને જ્ઞાન પ્રત્યે નફરત છે. જ્ઞાની, જ્ઞાનનાં સાધનો તેને ગમતાં નથી. આ અણગમાનાં આંદોલનોથી તે જ્ઞાનને આવરનારાં કર્મોને ખેંચે છે.
આ કર્મોને “જ્ઞાનાવરણીય કર્મ' કહેવાય છે... આ કર્મબંધ સમયે તેની અણગમાની તીવ્રતા, મંદતા અને સ્થિતિ મુજબ એવાં ગાઢ, મધ્યમ યા મંદ કર્મો
૨૭૬ - માનવતાનાં મૂલ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org