SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કરતાં કરતાં ધીમે ધીમે કૂબડો ઊભો રહેવાને બદલે એ ટટ્ટાર ઊભો રહેવા લાગ્યો. રાજકુમાર જ્યારે ૨૫ વર્ષનો થયો ત્યારે સીધો ટટ્ટાર tall, straight પેલા પૂતળાની જેમ જ ઊભો રહેવા લાગ્યો. Only ten minutes a day. રોજની દસ મિનિટ, બીજું કાંઈ નહિ. તમારી ખોડને સુધારવા માટે, ખૂધને સુધારવા માટે, સીધા બનવા માટે દિવસની માત્ર દસ મિનિટ જ આપવાની છે. નિયમિત ધ્યાનની આ દસ મિનિટ જીવનની દિશા બદલી દેશે. તમને સામાયિક તરફ લઈ જશે. દસ-દસ મિનિટના પ્રયત્નથી રાજકુમારની ખોડ નીકળી ગઈ તેમ માણસ, પણ પોતાના વિચારોની quality કોટિને, પ્રકારને જુએ, વિચારોને પ્રકાશ આપે, વિચારોને ઊર્ધ્વગામી બનાવે, જાગૃત કરે તો અંતરમાં જે દુનિયા ઊભી કરવા માગે છે એ જરૂર ઊભી કરી શકે. - તમારા વિચારો નીચે ન ચાલ્યા જાય, કોઈનું ખરાબ કરતા ન થઈ જાય, એમાં અમંગલ તત્ત્વ આવી ન જાય એટલું જ ધ્યાન રાખવાનું છે. રાજકુમાર જરાક જો વળી ગયો તો પાછો કૂબડો રાજકુમાર Hunchback Prince થઈ જવાનો. પણ જેને ટટ્ટાર થવું હોય એણે તો પોતાના શુદ્ધ તત્ત્વ સામે ટટ્ટાર ઊભા રહેવાનું છે. ટટ્ટાર ઊભા રહેતાં રહેતાં ટટ્ટાર થઈ જવાય. માણસને અસત્ય, અમંગલ અને અભદ્ર વસ્તુઓ ગમતી હોય તો એનું મૂળ કારણ વાસનાથી રંગાયેલા એના વિચારો છે. સારી વાતની ચોપડીઓ કેટલી ખપે છે અને ગંદી વાતની કેવી ઊપડે છે ? કેટલીક વાર સારા દેખાતા માણસો ગંદાં લખાણો વાંચતા હોય છે. માણસનું મન ખરાબ તરફ જલદી ઢળી જાય છે. કોઈની બીભત્સ વાત થતી હોય, તમે બહુ ઉતાવળમાં હો તેમ છતાં જરા ઊભા રહી જવાયને ? આવી વાતો ગમે છે અને જલદી ભુલાતી નથી. કેટલાક આવી વાતો થતી હોય, કોઈના અનાચારની વાતો થતી હોય તો કહે : “જાણી લેવા દો, જાણ્યું હોય તો કામ લાગશે.” - શું કામ લાગશે ? વિચારોને સડાવવા માટે ? આવું જાણેલું કામ નથી લાગતું, નુકસાન કરે છે, વિચારોની દુનિયામાં ખરાબ વસ્તુ નાખી દે છે. દૂધના પાત્રમાં તેજાબનું એકાદ ટીપું નાખી દે તો શું થાય ? ટીપું એક જ છે પણ દૂધ બધું ફાટી જાય, પણ એ જ દૂધમાં છાશનાં બે ટીપાં પડે તો કેવું સરસ દહીં બને, જામી જાય. દૂધ તમારું છે, બહારનું મેળવણ શું આવે છે એ જોવાનું છે. હું ઓગણીસ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ એક સરસ વાત માનવતાનાં મૂલ્ય ૪ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy