SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રિયામાં આપણને ઢાંકી દેતી કર્મસત્તાને ફેંકી દઈ શકીએ છીએ. બોજ લાગતી ગુલામીની બેડીમાં રાખતી રૂનો ઢગલો ગમે તેટલો મોટો હોય પણ તેમાં સળગતી દીવાસળીનો એક તણખો માત્ર પડી જાય તોયે ક્ષણમાત્રમાં તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આત્માની અનંત શક્તિને આવરનાર કર્મોના ઢગ ગમે તેટલા મોટા હોય પણ ચેતનાશક્તિ જ્યારે પ્રબળ બની તેનો નાશ કરે છે, ત્યારે આત્મા કર્મરહિત પૂર્ણ સ્વરૂપને પામે છે. આ દૃષ્ટિ પ્રાપ્ત થાય તો તમારું જીવન બદલાઈ જશે, તમારું જીવન જળપ્રવાહ જેવું નિર્મળ, સદા વહેતું અને પ્રફુલ્લિત રહેશે, કારણ કે ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ કક્ષારૂપ માનવજીવનમાં તમે તમારી વાસ્તવિકતા સાથે સંપર્ક કરી શક્યા છો; તમારો શાશ્વત સ્વભાવ જોઈ શક્યા છો. તમારા ‘સ્વ' સાથે સંબંધ જોડી શક્યા છો. આ રહસ્ય જ્યારે તમને માત્ર માનસિક યા સંકલ્પરૂપે નહિ પણ અનુભવથી પ્રતીત થશે, ત્યારે બધી ચિંતાઓ અને ભયો તમારાથી દૂર ભાગશે. જેમ એક ધનિક ઋતુ પ્રમાણે ઘર બદલે તેમ તેમ જુદા દેશો, હવા, ઉપગ્રહો, પરિસ્થિતિ, યા જન્મોમાં ફરતા હો પણ તમને ત્યારે પણ એમ જ લાગશે કે તમે ક્યાં ગયા નથી. તમે ફક્ત બાહ્ય ખોળિયું બદલ્યું છે. તમે તો એના એ જ છો. તમે જેને ‘હું ' કહો છો તે માત્ર નામ છે. ‘તે’ યા ‘તેણી'ની જેમ ‘હું' પણ એક બાહ્ય રૂપ છે. જ્યારે તમે એમ કહો છો કે મેં ગઈકાલે કામ કર્યું તે જ રીતે આજે કરીશ ત્યારે તમારો ‘હું' ફક્ત સમયની અપેક્ષાએ છે. આ બધા ‘હું'માં તમે નથી. જેમ તૂટેલા અરીસાના ટુકડાઓમાં અનેક પ્રતિબિંબ દેખાય તેમ તમારી જુદી જુદી શ્રીમંત, ગરીબ, ક્રોધી, શોકાતુર, સુખી-દુઃખી વિગેરે અવસ્થાઓનાં અનેક રૂપો બને છે. ‘હું’ તમારાં મૌલિક ગુણો બતાવતું નથી. તે બધાં બંધનો છે. સુખ અને દુ:ખ, ચડતી-પડતી આ બધું સમયની મર્યાદામાં પરિવર્તનશીલ છે. તે આવે છે, ને જાય છે. જ્યારે આપણે જીવનને પ્રયોગાત્મક કક્ષા ૫૨ લઈ જઈએ છીએ, ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણી ચેતનાશક્તિ જીવનમાં જુદાં જુદાં પગથિયાં પરથી પસાર થાય છે. જેને આપણે કન્યા, વૃદ્ધા, બીમાર, મૃત્યુ પામતા માનવી કહીએ છીએ, તે બધી અરીસામાં દેખાતી અવસ્થાઓ છે. આપણે આપણી જાતને તેના શાશ્વત સ્વભાવમાં કેમ જોઈ નથી ? આ અંધાપાનું કારણ ફક્ત આવરણ કરનારાં કર્મો છે, જેનાથી આપણે આપણા અસલી Jain Education International ૨૫૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy