SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વર્ષ પછી એક એવો જ માણસ જડી આવ્યો. દારૂડિયો, જુગારી અને વાસનાથી ચકચૂર. પચ્ચીસ વર્ષનો એ યુવાન હતો. શિલ્પીએ શિલ્પની વાત કરી, યુવાને હા કહી. જુડાસની આકૃતિ તૈયાર થઈ અને શિલ્પાએ પ્રદર્શનમાં આ કતિને પેલી ઈશની પ્રતિમાની બાજુમાં મૂકી. યુવાને બન્ને આકૃતિઓ જોઈ. ઈશુની અને જુડાસની આકૃતિ જોતાં જોતાં એનો ભૂતકાળ સાંભર્યો, મન ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુની ધારા વહી રહી. આંસુથી આંખો ધોવાઈ ત્યારે એની એ જ આંખો સૌમ્ય અને કરુણાળુ બની ગઈ. માઈકલ જોયા જ કરે : “આ શું થયું ? જેની આંખો ક્રૂરતાથી ભરી હતી, જેની આંખોમાં દયાનો છાંટો પણ ન હતો એ આંખો આટલી સૌમ્ય ! આટલી મૃદુ !” યુવાન તો પશ્ચાત્તાપથી ધ્રુસકે ધ્રુસકે રડી જ રહ્યો. માઈકલ નજીક આવ્યો. ખભે હાથ મૂકીને કહ્યું : “ભાઈ ! રડે છે કેમ ?' યુવાને જવાબ આપ્યો “આ ઈશુને તમે કંડાર્યો છે તે બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. એ વખતે હું કેવો નિર્દોષ હતો, માતાની સાથે આવ્યો હતો, અહીં બેસાડીને તમે મારી આકૃતિ દોરી હતી. આ બાર વર્ષના ગાળામાં ખરાબ સંગતે હું કેવો બની ગયો ? દારૂડિયો બન્યો, વ્યસની બની ગયો, જુગારી અને અનાચારી બન્યો. રૂપ અને લાલસાની પાછળ દોડી દોડીને પશુ બન્યો. આજે હું ચોરી કરી શકું છું, ખરાબ નજર નાખી શકું છું, નીચ અને અધમ વિશ્વાસઘાત પણ હસીને કરી શકું છું. અંતરાત્મા મને હવે ડંખતો નથી. પણ આજે આ બે આકૃતિઓ જોતાં હું જુડાસ છું તે જ હું ઈશુ હતો તેનો ખ્યાલ આવે છે. ઈશુ જુડાસ કેમ બની શકે છે અને જુડાસ ઈશુ કેમ બની શકે છે એ જ જોયા કરું છું, બીજું કાંઈ નહિ મારું જ તત્ત્વ મને કેમ નીચ બનાવી શકે છે અને નીચે લાવી શકે છે અને મારું જ તત્ત્વ મને કેમ ઊર્ધ્વગામી બનાવી ઉપર લાવી શકે છે એ બેનો જેમ જેમ વિચાર કરતો જાઉં છું તેમ તેમ મારું હૃદય ભરાઈ આવે છે, પશ્ચાત્તાપથી હું બળી જાઉં છું.” માઈકલે કહ્યું : મારો શ્રમ આજે સફળ થયો છે. મેં તો માત્ર પથ્થરમાં આકૃતિ કંડારી હતી પણ આજે મને તારાથી જીવંત પ્રભુનું દર્શન થયું છે કે ભગવાન અને શયતાન ક્યાંય નથી, અંદર છે. માણસ જ ક્રાઇસ્ટ છે અને માણસ જ જુડાસ છે. યાદ આવ્યું : “The kingdom of Heaven is within you.” માનવતાનાં મૂલ્ય + ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy