________________
“પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે તે કેટલા દિવસ રખાય ? એના ૫૨ મમતા કરવી, એને પોતાની માનવી અને “મારી” કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.” શિખામણ આપતાં આત્મારામે કહ્યું.
સુમતિ ઊભી થઈ. એણે પતિનો હાથ ઝાલ્યો, એનો હાથ ધ્રૂજતો હતો. એને તમ્મર આવી ગયાં હતાં. એની છાતી પર ભાર હતો. પણ ‘શ્રમણ ભગવાન મહાવીર''ના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ.
ફૂલ જેવાં પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું : “નાથ ! આ આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યાં, સાચવ્યાં, પણ આજે એમનો સમય પૂરો થયો, અને એમણે એમનો માર્ગ લીધો. આપણે એમના ન હતા, એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યા હતા. હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવાં એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન કરવાં વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુથી પણ પાછી મળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.”
આત્મારામ તો આ જોઈ ત્યાં જ ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભીર સ્તબ્ધતા છવાઈ ગઈ, ઘરમાં, હવામાં, વાતાવરણમાં, બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું. એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતાં; પણ એના પર જીવનની ઊંડી સમજણનાં ઉજ્જ્વળ કિરણો પ્રકાશી રહ્યાં હતાં. શ્રદ્ધાની જ્યોત
આ પ્રસંગ પરથી સમજી શકાય છે કે, આત્માની જાગૃતિ શું કામ કરે છે ! જેનો આત્મા જાગ્રત છે તેજ શોક ૫૨, મોહ પર વિજય મેળવે છે. પણ જે જીવનમાં હારે છે, મૂંઝાય છે, તેનું કારણ આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જ વિપત્તિ કે અંતરાય આવતાં એ થંભી જાય છે, ગભરાઈ જાય છે, અને ધ્યેયમાંથી વિચલિત થઈ, બીજા માર્ગ ભણી વળે છે.
પણ જે માણસ અંતઃપ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે છે, એ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ જેના ૫૨ પૂર્ણ વિશ્વાસ રાખ્યો
Jain Education International
૨૧૪ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org