SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઉચ્ચાર એનું ફૂલ છે અને આચાર તેનું ફળ છે. માણસનો જન્મ એ તેના પૂર્વજન્મના વિચાર, ઉચ્ચાર અને આચારની જ અભિવ્યક્તિ છે. માણસ સારા વિચાર કરે તો એ સાર થાય અને ખરાબ વિચાર કરે તો એ ખરાબ થાય. માણસ કાચના ગ્લાસ જેવો છે. અંદર જે રંગનું પાણી હોય તે બહાર દેખાય. એટલે આજથી આપણે જે બનવું હોય તે વિચારીએ. “હું ભૂલી જાઉં છું, ભૂલકણો છું. હું નિર્બળ છું.” આવા નિર્બળ વિચારને લીધે નિર્બળતા આવતી જાય – સ્મૃતિ ઓછી થતી જાય. મગજ કાચું થતું જાય. હું ભૂલી જઈશ એ વિચાર જ આપણને ભુલાવી દે છે. પૂર્ણ શ્રદ્ધાથી વિચારો કે “શા માટે હું ભૂલું ? મારી પાસે સુંદર મગજ છે, એવી કોઈ વાત નથી જે મને યાદ ન રહે, નકામી વાતો યાદ રહે છે તો કામની વાતો યાદ કેમ ન રહે ? હું જ્ઞાનસ્વરૂપ જ છું. જ્ઞાન એ મારા આત્માનો ગુણ છે.” આમ આત્મવિશ્વાસ (confidence) વધતો જશે તેમ તેમ તમારું આત્મફુરણ (intution) પણ વધતું જશે. સુર્ય પહેલાં અરુણ આવે તેમ કાર્ય પહેલાં કારણ આવે છે. આજે માણસનું વાંચન વધારે છે, વસ્તુઓનો સંગ્રહ ખૂબ છે, માહિતી ખૂબ ભેગી કરી છે પણ આંતરસ્કૂરણા ક્ષીણ થઈ રહી છે. એટલે એ જોષીઓ ઉપર, ખોટા તાંત્રિકો ઉપર, જાદુમંત્ર કરીને ચમત્કાર કરનારા બાવાઓ ઉપર, સમયને અનુરૂપ મીઠું મીઠું બોલનારા ધૂર્તો ઉપર વધારે આધાર રાખે છે. તમારો હાથ જોઈને એ જોષીઓ શું કહેવાના ? એનામાં જો જીવન ભાખવાની શક્તિ હોત તો એ આવા પાંચ-પચાસ રૂપિયા માટે તમારા હાથ જોવાનો અને તમારી જન્મોત્રીનાં કાગળિયાં વાંચવાનો વ્યવસાય કરત ખરા ? પોતે જ દુઃખી છે તે તમને સુખી કેમ કરે ? હું જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય છું, એ બળવાન વિચારના ધ્યાન અગ્નિમાં આવતા જૂના અજ્ઞાનના સંસ્કારો બળી જશે અને અંદર રહેલો જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો દેખાશે. નિર્બળતા, થાક, કંટાળો, સતત આવતી આળસ – આનું મૂળ કારણ શું છે ? આત્મશક્તિનું વિસ્મરણ અને શારીરિક અશક્તિનું સ્મરણ. એક દિવસ માથું દુ:ખે તો બીજે દિવસે પગ, ત્રીજે દિવસે શરીર દુ:ખે તો ચોથે દિવસે બેચેની. મનથી સ્વીકારી લીધેલી આ પરિસ્થિતિ છે. માનવતાનાં મૂલ્ય : પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy