________________
Jain Education International
•+?&*+*&***
૪૦. બંધન અને મુક્તિ
જનો દિવસ એક રીતે તો મારા
આ માટે પણ એક ચિંતનનો દિવસ
છે, કારણ કે, આજે હું એક એવા સ્થાને આવ્યો છું કે જે સ્થાન મને વધારે ઊંડાણથી, વધારે ગહનતાથી અને વધારે સ્થિર તેમજ સ્થિત બનીને વિચાર કરવા પ્રેરે છે. જીવનનાં કેટલાંક સ્થળો જ એવાં હોય છે, કેટલીક ભૂમિ જ એવી હોય છે કે જે, માણસને જીવનના ગંભીર પ્રશ્નો તરફ દોરે છે.
આપણે જાણીએ છીએ કે સંયોગોની અસર, માણસના મન ઉપર કેવી તીવ્ર થાય છે. જ્યાં રંગ રાગનું વાતાવરણ ઊડતું હોય, જ્યાં ચારે બાજુ હાસ્યની મહેફિલો જામી હોય, જ્યાં તોફાન અને ઉન્માદ ચાલતાં હોય, ત્યાં થઈને માનવી પસાર થતો હોય છે ત્યારે, તેની ઉપર પણ એ વાતાવરણની અસર થાય છે.
એ જ માનવી કોઈક વાર દવાખાના
બંધન અને મુક્તિ * ૩૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org