SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ચલાવનાર વ્યક્તિ કોણ છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા આધારિત છે. લિંકને નક્કી કર્યું : “મારો ધંધો મને નીચે નહિ પાડે પણ હું ધંધાને ઊંચે લાવીશ.” એમની પાસે એક માણસ આવ્યો : “મારે એક માણસ પાસેથી અઢી ડૉલર લેવાના છે. એ માટે તમારે મારો કેસ લડવાનો છે.” “અઢી ડૉલર ?” “હા, અઢી ડૉલર. મારે એનું અભિમાન તોડવું છે. અઢી ડૉલરનો પ્રશ્ન નથી પણ એ માથું ઊંચું રાખીને ફરે છે, મને સામે મળે તો નમતોય નથી. એ મારી બાજુમાં જ રહે છે, મેં એને અઢી ડોલર આપ્યા હતા પણ એ હવે આપી શકે તેમ નથી.” લિંકને કેસ લીધો અને પછી પેલાને બોલાવ્યો, પૂછ્યું તો કહે : “સાહેબ, હું તો ગરીબ માણસ છું. મેં તો એને અઢી ડૉલર ક્યારનાય આપી દીધા. મને નમાવવા માટે મારા ઉપર કેસ કરવા માગે છે.” અસીલને બોલાવીને લિકને કહ્યું : “હું તમારો કેસ લડીશ ખરો પણ મારી ફી જાણો છો ને ?” “કેટલી ફી ?” “દસ ડૉલર.” “અઢી ડૉલરના કેસ માટે દસ ડૉલરની ફી ?” માણસના મનમાં અભિમાન અને મોટાઈનો પવન ભરાય પછી એ ગમે તે આપવા કે ફના કરવા તૈયાર જ હોય છે. “કબૂલ છે, પણ, એ માણસ પૈસા આપી શકે એમ નથી એટલે એ જેલમાં જ જવો જોઈએ.” દસ ડૉલર લઈ કેસની હકીકત લઈ એને છૂટો કર્યો. લિંકને પેલા ગરીબ પાડોશીને બોલાવ્યો : “લે, આ પાંચ ડૉલર લઈ જા. આમાંથી અઢી ડૉલર એને આપી એની પાસેથી રસીદ લઈ મને આપી જજે, જા.” પેલો રાજી થતો પાંચ ડૉલર લઈ પેલાને બારણે ઊભો રહ્યો : “શેઠ, આ તમારા અઢી ડૉલર લઈ લો અને મને રસીદ લખી આપો. મારે તમારી સામે લડવું નથી. હું ગરીબ માણસ તમને કેમ પહોંચું ?” રસીદ લઈ જઈ લિંકનને આપી. બીજે દિવસે પેલા અસીલ શેઠ ગાડીમાં આવ્યા, “વકીલ સાહેબ ! હવે આપણે કેસ નથી લડવો.” “કેમ ?” “હવે જવા દો.” લિંકને પેલી રસીદ આપી અને કહ્યું : “આ લો રસીદ.” “તમારી પાસે ?” “હા હું વકીલ છું, લડાવવા માટે નહિ, સમાધાન compromise કરાવવા માટે. હું લોકોને લૂંટવા માટે નહિ, ન્યાય બતાવવા માટે છું. અહંકારને પોષવા માટે નહિ પણ ગરીબોને બચાવવા માટે છું.” ૩૦ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy