SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયની સૂક્ષ્મ ભાવના પર છે, ધૂળ વસ્તુ પર નથી જ. કેટલીક વાર એવું પણ જોવા મળે છે, કરોડો રૂપિયાના માલિકમાં જે પાત્રતા હોતી નથી તે એક નિર્ધનમાં જોવા મળે છે. એ બહારથી સામાન્ય ને નિર્ધન દેખાતો માણસ અંદર રાતદિવસ વાસના સામે યુદ્ધ કરતો હોય છે. એ યુદ્ધ એ જ એની પાત્રતા. પાત્ર માણસ તો અજાણતાં પણ આવેલા ક્રોધને, માયાને કે લોભને પોતાના હૈયામાં વધારે સમય ટકવા દેતો નથી. દુર્જનના સ્નેહની જેમ એના કષાયો પણ ક્ષણજીવી હોય છે ? આ અંદરની પાત્રતા લાવવા માટે મનુષ્ય પોતે જ પોતાના ચોકીદાર બનવું પડે છે, કારણ કે દરેક ક્રિયાની પાછળ મનની શુદ્ધિનું મહત્ત્વ છે, દુર્ગુણો અંતરમાં જ થાણું નાખીને પડ્યા છે. આ દુર્ગુણોને કાઢવાની અને નવા ન પ્રવેશી જાય તેને માટે માણસને બમણી મહેનત લેવી પડે છે. નવા દુર્ગુણો માણસોમાં ક્યારે પ્રવેશી જાય તે કહેવું મુશ્કેલ છે, તેથી દરેક મનુષ્ય મહાપુરુષોની સેવા કરી, એમની પાસેથી શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ. શાસ્ત્રશ્રવણ માણસને દુર્ગુણ તરફ જતો રોકે છે, એના પર આવતા વાસનાના દબાણને એ અટકાવે છે, અને માણસને સવિચારમાં રાખે છે. માણસ સારું સાંભળે તો એને વિચાર પણ સારા આવે. ખરાબ વાંચે – વિચારે તો એને નબળા વિચાર આવે. સોબત તેવી અસર. ઘોડાને ગધેડાની સાથે બાંધ્યો હોય તો ભૂંકતાં ભલે ન શીખે, પણ લાત મારતાં તો જરૂ૨ શીખે. ઉકરડા પાસે બેસીએ તો બદબો આવે અને બગીચામાં બેસીએ તો ખુશબુ આવે. દુર્જન સાથે બેસીએ તો અધમતા આવે, સજ્જન સાથે મૈત્રી હોય તો ઉત્તમતા આવે. આજ માણસોને ઉત્તમ સાધુઓની સોબત ગમતી નથી, કારણ કે અંતરમાં રોગ છે. અંદર રોગ હોય ત્યાં બાહ્ય ઉપચાર નકામા નીવડે છે. વાસના એ અંદરનો રોગ છે. અપવિત્ર તત્ત્વો હરહંમેશાં આપણી આસપાસ ચક્કર લઈ રહ્યાં છે. એ નિર્બળ પળની પ્રતીક્ષા કરે છે. સમય મળતાં એ આત્મા પર ચઢી બેસે છે. એની સામે માણસ જાગૃત હોય તો એનું કાંઈ જ નથી ચાલતું. પણ એ અપવિત્ર તત્ત્વો માણસને ઘેનમાં નાખે છે, એને ગાફેલ બનાવી ઢાળી પાડે છે. આ ઘેનની સામે રક્ષણ આપનાર સત્સંગ છે. આ સત્સંગ પછી બીજી વાત તે ગર્વને ગાળવાની છે. જેમ સોડાવોટરની શીશીમાં ગોળી હોય છે, તેમ માણસમાં પણ ગર્વની ગોળી હોય છે. આ હવે તો જાગો ! = ૨૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy