________________
દર્શન કર્યા. પ્રભુનાં દર્શનથી એમનો આત્મા નાચી ઊઠ્યો.
જે વસ્તુ ઘણાં કષ્ટ પછી લાંબે ગાળે મળે તેનું મહત્ત્વ કોઈ ઓર હોય છે. શેઠે પણ ઘણા પ્રવાસ પછી જીવનમાં પ્રથમવાર જ આદીશ્વર પ્રભુને જોયા. એમનો આત્મા ડોલી ઊઠ્યો. આનંદમાં ડોલતાં શેઠ મંદિરની બહાર નીકળ્યા,
ત્યાં એક સાધુનો ભેટો થયો. શેઠે એમને પણ પ્રેમથી નમન કર્યું. સાધુએ પૂછ્યું: “શેઠ, તમે દૂરથી યાત્રાએ આવ્યા દેખાઓ છો ?”
શેઠે બે હાથ જોડી “હા કહી.
સાધુએ કહ્યું : “તમે દર્શન કર્યા, હવે તો તમે તમારા ગામ ભેગા થશો, પણ દર્શનની મીઠી યાદ હૈયામાં કઈ રીતે રાખશો ? જો આ પવિત્ર સ્થળમાં કોઈ નિયમ લો, કોઈ સંભારણું લો, તો કોઈક મીઠી સ્મૃતિ હૈયામાં સદાકાળ ટકી રહે, બાકી પથ્થર ઉપાડીને તો મજૂરો પણ આ તીર્થ ઉપર આવે છે. એમને થોડો જ યાત્રાનો લાભ મળવાનો હતો ? યાત્રા તો તે કે જેની મીઠી યાદ આપણા જીવનને કોઈ સદ્ગુણથી ભરી દે !”
રંગમંડપમાં પ્રભુની સામે ઊભા રહીને જ શેઠે સાધુનાં વચન સાંભળ્યાં. એમને આ વચનો મીઠાં લાગ્યાં. એમણે કહ્યું : “આપની વાત સાચી છે. દેવનાં દર્શન થયાં. ગુરુનાં વચનામૃતો પણ સાભળવા મળ્યાં. હવે એક નિયમ લઉં તો ધર્મ પણ જીવનમાં આવે... તો ગુરુદેવ ! મને નિયમ આપો. ગમે તેવા પ્રસંગમાં પણ મારે ક્રોધ ન કરવો. જે ક્રોધે મારા જીવનને કટુ બનાવ્યું, એ ક્રોધને અહીં આવ્યા છતાં પણ ન છોડું તો યાત્રાનો અર્થ શો ? ક્રોધને અહીં મૂકતો જાઉં અને પ્રેમની હવા અહીંથી લેતો જાઉં; એ જ યાત્રાની સ્મૃતિ.”
સાધુએ કહ્યું : “શેઠ, જોજો. હોં ! નિયમ તો લો છો, પણ એ તૂટે નહિ. પ્રતિજ્ઞા લેવી સહેલી છે, પાળવી ઘણી કઠિન છે. ઘણા પ્રતિજ્ઞા લેવામાં સિંહ જેવા શૂરા બની જાય છે. પાળવામાં શિયાળ જેવા કાયર............”
ના ! ગુરુદેવ ! ના. એવું નહિ બને. દેહના ટુકડા થશે તોય નિયમ નહિ તૂટે.” દઢતાનું તેજ આંખમાં લાવી શેઠે કહ્યું.
શેઠ આ મીઠી સ્મૃતિ લઈ, યાત્રા કરી પોતાને ગામ આવ્યા. એ જમાનામાં આવી યાત્રા કરી આવનારનો કુટુંબીજન આખા ગામને જમણ આપતો. સૌ સ્નેહપૂર્વક સહભોજન કરતા અને યાત્રાની પવિત્ર હવા આખા ગામમાં છવાઈ જતી.
આ શેઠને એક ભત્રીજો હતો. એણે પોતાના કાકાની આ સફળ યાત્રા નિમિત્તે ગામને ભોજન આપવાનો નિર્ણય કર્યો. પણ એણે જ્યારે કાકાના નિયમની વાત સાંભળી ત્યારે એને કુતૂહલ થયું. કાકા એક કલાક પણ ક્રોધ
હવે તો જાગો ! ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org