SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્ત્રો પણ મેળવી શકતા નથી, માંદગીમાં રિબાતા હોય છતાં દવાનું એક બિન્દુ પણ મેળવી શકતા નથી, નિરાધાર રખડતા હોય છતાં રહેવા એક ઝૂંપડું પણ પામી શકતા નથી. અરે ! કૂતરાને તો ૨હેવા બખોલ હોય, પણ કેટલાક માણસોને તો આજે રહેવા એ પણ નથી. ઉપર આકાશ ને નીચે ધરતી ! આવાં દૃશ્યો જોવા છતાં, એમના દુઃખનો વિચાર સરખો કર્યા વિના દરેક માણસ પોતાના જ દુ:ખની વાત કહે છે. બીજાની ગરીબી ને બીજાના દુઃખનો વિચાર ન હોવાને કારણે, સમૃદ્ધ માણસ પણ ભિખારીના જેવી દીન વાતો કરતો નજરે પડે છે. તેવે સમયે મનમાં થાય કે આ પોતે સમૃદ્ધ હોવા છતાં પોતાની જાતને સુખી નથી બનાવી શકતો, તો બીજાને સુખી બનાવે શી રીતે ? અને એવા પાસેથી સુખની આશા રખાય પણ શી રીતે ? આજનું આપણું આ દેખાતું સુખ એ લગ્નપ્રસંગ પર ઉછીના લાવેલા દાગીના જેવું છે. આ ભાડૂતી સુખને લીધે આપણે ઉન્મત્ત બન્યા છીએ; પણ આપણે જીવનમાં ઊંડો વિચાર ક૨વો જોઈએ, કે આ આપણી પાસે આવેલી વસ્તુઓ પોતાની છે કે માગી લાવેલી છે ? જો માગી લાવેલી હોય તો આ ગર્વ શા માટે ? આ ક્ષણભંગુર વસ્તુઓ ૫૨ મુસ્તાક થઈને જીવન હારી ન જવાય, માટે આપણે આપણા આત્માને એક સીધો પ્રશ્ન પૂછવો જોઈએ, આપણે જે માન મેળવીએ છીએ, જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ, તે શું આપણા આત્મિક વ્યક્તિત્વના પ્રભાવથી મેળવીએ છીએ ? તો નકારમાં જ ઉત્તર આવશે. આપણી કોઈ પ્રશંસા કરે કે કોઈ ખૂબ વખાણ કરે એટલે આપણી છાતી ગજગજ પહોળી થાય છે, ને મનમાં ગલીપચી થાય છે. પણ ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે એ બધી વસ્તુઓ બહા૨ની છે. બાહ્ય આડંબરને લીધે માન ને સ્થાન મળે છે, એ વસ્તુઓ આપણી નથી. આપણી પાસેથી ક્યારે જતી ૨હે તેનો ભરોસો પણ નથી; માટે માણસે એવી રીતે પૂર્ણતા, પ્રતિષ્ઠા, સુખ ને આનંદ મેળવવાં જોઈએ કે આ બધી ક્ષણિક વસ્તુઓ કદાચ ચાલી જાય તો પણ માદારસાઈ હંમેશાં દીપતી રહે અને આપણા સુખને દુઃખનો પટ ન લાગે. આજે માણસ જે ભૌતિક સુંદર પદાર્થો જુએ છે, તે તે મેળવવા યત્ન કરે છે, અને એમાં જ પૂર્ણ આનંદ માને છે; પરંતુ એનાં પરિણામોની ભયંકરતાનો વિચાર કદી કરતો નથી. ઇચ્છાઓ ને આશાઓના પૂરમાં માણસ જીવનભર તણાયે જ જાય છે એ પ્રવાહમાં તણાતો માણસ પોતાના ધારેલા સ્થાને પહોંચી શકતો નથી, સેવેલા આદર્શને પામી શકતો નથી, ને ભાડૂતી માણસની જેમ જીવન પૂરું કરે છે. Jain Education International હવે તો જાગો ! × ૧૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy