SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ઇનામ લેવા માટે એ હાથ લાંબો કરી ન શકયા. એટલે તે સંકોચ પામે છે એમ માનીને શિક્ષકે તેમનો હાથ ખેંચી, તે હાથમાં રૂપિયો મૂક્યો. ખરી રીતે તો શિક્ષકનું ઇનામ મેળીને કોઈ પણ વિદ્યાર્થીનું હૈયું હરખથી નાચી ઊઠવું જોઈએ, પરંતુ ગોખલે તો ગમગીન બની ગયા. એમની આંખમાં ઝળઝળિયાં દોડી આવ્યાં. ઇનામ મેળવતી વખતે અશ્રુ સારતા વિદ્યાર્થીને જોઈને શિક્ષકને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું : ‘ગોખલે, આમ કેમ, અત્યારે તો તારે ખુશ થવું જોઈએ, તેના બદલે આ નારાજી અને આંસુ શાને ? જવાબ આપતી વખતે ગોખલેનું હૈયું વધારે ભરાઈ આવ્યું : “સાહેબ, તમે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઇનામ આપો છો, પરંતુ હું તે ઇનામને લાયક નથી. તમે મારા અધ્યાપક છો. હું તમારી પાસે વિદ્યા લેવા આવ્યો છું. પરંતુ, હું તો તમને છેતરી રહ્યો છું. તમારી આગળ અસત્ય બોલી રહ્યો છું અને તો પણ તમે એવા મહાન છો કે, મને અસત્ય કરનારાને પુરસ્કાર આપી રહ્યા છો.'' શિક્ષકનું આશ્ચર્ય બેવડાયું. “બોલ, કેવી રીતે ?” આપે જે દશ દાખલા ગણવા આપ્યા હતા, તેમાંથી મેં તો નવ દાખલા જ ગણ્યા છે. એક દાખલો તો મેં મારા મોટાભાઈની મદદથી ગણેલો છે. એટલે દર્શદશ દાખલા મેં ગણેલા નથી. બીજાની મદદ લઈને આવેલો છું, અને છતાં મેં એવો આભાસ ઊભો કર્યો કે જાણે મેં જ બધા દાખલા ગણ્યા છે. એટલે મેં તો તમને છેતર્યા છે. હું ઇનામને લાયક બિલકુલ નથી.' આટલું કહેતા ગોખલેથી ડૂસકું દેવાઈ ગયું. ડૂસકું દેતા ગોખલેની પીઠ પર શિક્ષકે માયાળુ હાથ ફેરવ્યો અને કહ્યું : “ગોખલે, આજે હું તને તારા દાખલા માટે ઇનામ નથી આપતો, પણ તારી સચ્ચાઈ માટે ઇનામ આપું છું, તારી પ્રમાણિકતા માટે ઇનામ આપું છું. તારા જેવા વિદ્યાર્થીઓ જ દેશમાં નામ કાઢશે.” આમ કહીને શિક્ષકે એક રૂપિયાને બદલે પાંચ રૂપિયાનું ઇનામ આપ્યું, અને વધુમાં કહ્યું : “દાખલાઓ માટે ઇનામ મેળવવું તો સહેલું છે, પરંતુ પ્રામાણિકતા અને સત્ય માટે આવા નીડર અને આગ્રહી રહેવું દુનિયામાં બહુ મુશ્કેલ છે.'' આ નાનકડો ગોખલે આ નીડરતાને લીધે દેશનો કેવો જબરદસ્ત માનવી બન્યો છે તે તો સૌ કોઈ જાણે છે. Jain Education International આવતી કાલના નાગરિકોને * ૪૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy