________________
એક ધનિકને થયું કે રાબિયા ‘બિચારી' બહુ ગરીબ છે, રોજ ભગવાનનું નામ લે છે પણ બિચારીની ગરીબી ટળતી નથી. અશરફીઓથી ભરેલી, જરીની નાની થેલી લઈને એ રાબિયાને બારણે આવ્યો. વિચાર આવ્યો ‘આને આપવી કેમ ?' એની હિંમત જ ન ચાલે. રાબિયાનાં તેજ, એકાગ્રતા અને પ્રસન્નતા આગળ એ પોતે જ નાનો લાગવા લાગ્યો. એની આગળ આ વસ્તુ ધ૨વી કેમ ? એટલામાં રાબિયાના અંતેવાસીને આવતો જોયો. એણે પૂછ્યું “શાહુકાર, આપ અહીં કેમ ઊભા છો ?” “ભાઈ ! મારે આ ભેટ ધરવી છે, રાબિયાને આ અશરફીઓ ધરવી છે. મારું આ કામ તમે ન કરો ?'' એણે હા કહી અને અંદર આપવા ગયો.
:
પ્રણામ કરી રાબિયાને કહ્યું : “રાબિયા ! આપને એક ધનવાન શેઠ કાંઈક ભેટ ધરવા માગે છે.” “શું ભેટ ધરવા માગે છે ? આત્માની કાંઈ વાત આપે છે ? કોઈ નવો સંદેશો લાવ્યો છે ? મારા મનમાં વસેલાની કોઈ વાત છે ?'' “ના ના, એ તો એક નાની અશરફીઓની થેલી લઈને આવ્યો છે.' રાબિયાએ કહ્યું : “તું આટલા દિવસથી મારી પાસે આવે છે છતાં મને સમજતો નથી ? અશરફીઓ રાખીશ તો ચોરો આવવા માંડશે. પછી અહીં આવનાર લોકોની આંખમાં પ્રભુનો પ્રેમ નહિ; પૈસો હશે; શ્રદ્ધા નહિ, સોનું હશે. “તું સાંભળ ?, જે ભગવાનને નથી માનતા, જે ઈશ્વરના વિરોધી છે એમને પણ ખાવા-ઓઢવા અને રહેવા મળે છે તો જે ચોવીસે કલાક ભગવાનના ગુણ ગાય છે, એના ચરણોમાં જેણે પોતાનું જીવન આપી દીધું છે એને શું ખાવા, પીવા અને રહેવા નહિ મળે ? નથી માનતા એને જો મળે છે તો હું તો એને માનનાર છું ! મને નહિ મળે એવો મારે અવિશ્વાસ શા માટે રાખવો જોઈએ ?’’
આવી અસીમ શ્રદ્ધા કેટલી સાધના પછી આવે છે ? આવી શ્રદ્ધાનો ઉદય થયા પછી વાતો પણ એની, વિચારણા પણ એની, સ્વપ્નાં પણ એનાં. જીવનમાં કો'ક એવી પળો તો આવી હશે જ્યારે થયું હશે કે હવે કાલે શું કરીશ ? પછી બૅન્કના પૈસા ભરવાના હોય કે કોઈ આસામીના પૈસા ચૂકવવાના હોય; ઘરે લગ્ન પ્રસંગ આવ્યો હોય કે કોઈ સારા પ્રસંગે કોઈને આપવાનું હોય. તમને એમ કદીક તો થયું જ હશે કે કાલે શું કરીશું ? કોણ જાણે કેમ, રાતના અગર સવારના કોઈ આવે અને તમને એ વસ્તુ આપી જાય. તમે શું કહો ? ‘ભગવાને લાજ રાખી.'
તમારામાં તમને પૂરેપૂરો વિશ્વાસ હશે તો એ વિશ્વાસ વસ્તુને ખેંચીને, લાવીને તમારી આગળ મૂકી દેશે.
Jain Education International
પૂર્ણાષ્ટક * ૩૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org