SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ આ કંપનો આઘાત-પ્રત્યાઘાત યા પરસ્પર પ્રભાવિત થવામાં કાર્ય કરે છે, તમારું બાહ્ય રૂપ તમારાં પોતાનાં કંપનોએ વિશ્વમાંથી ખેંચેલ અણુ-પરમાણુનું પરિણામ છે તે જાણ્યા બાદ તમને પ્રતીતિ થશે કે તમારા ભાગ્યના તમે પોતે ઘડવૈયા છો. તમારા વહાણના તમે પોતે જ કપ્તાન છો, પછી તમારું જીવનઘડતર તમે તમારા હાથમાં લેશો. પછી તમે જોઈ શકશો કે ક્રોધ જ ક્રોધને, ભય જ ભયને, લોભ જ લોભને કેવી રીતે આકર્ષે છે, અર્થાત્ જેવું વાવો તેવું લણો. મનના જેવા વિચાર તેવાં કંપનો તેવાં કર્મો બંધાય અને તેવાં પરિણામો આવે. એક વખત તમે શક્તિ તેનાં કંપનો અને કર્મોને અનુભવથી સમજો, પછી તમારી દૃષ્ટિ બદલાઈ જશે અને તે સાથે તમારાં કંપનો પણ બદલાઈ જશે. આ કંપનો પ્રવાહી અને પરિવર્તનશીલ છે. તમારી અંદર રહેલ માનસિક, અને શારીરિક લાગણીઓની વૃત્તિઓ સાથે વ્યક્તિગત રૂપ અને જીવનપદ્ધતિનો સંબંધ કરશો એટલે વિનાશકારી સ્પંદનોમાંથી તમે સર્જનાત્મક સ્પંદનો કેમ થઈ શકે તે વિશે વિચારી શકશો. તમારે શું થવું છે તેની તમને ખબર પડશે, અને તમે તમારી ભાવિ કારકિર્દી નક્કી કરી શકશો. - - સ્પંદનો-કંપનો સતત બદલાયા કરે છે. તે સતત પ્રવાહી રહે છે તે જીવંત જીવને દર્શાવે છે. અહીં તમારી સ્વતંત્રતા છે. મહાન આશા છે. જેમ પ્રકાશ મેઘધનુષ્યમાં પ્રસરે છે તેમ શક્તિ બધાં જીવંત સ્વરૂપોમાં ઊંડી ઊતરી જાય છે. આત્માની શક્તિ અણુ પર એકાગ્ર કરવાથી અશુભ કંપનોને શુભ કંપનોમાં ફેરવી શકાય છે, જેથી દોષો ગુણમાં ફેરવાઈ જાય છે. આ રીતે શુભ અને શુદ્ધ સ્પંદનોમાંથી પુષ્ટિ પામેલ તમારું આત્મરૂપી કમળ વિકસશે, અને ઊર્ધ્વમાર્ગી બનશે. જેમ જેમ તમે તમારી અંદર ઊંડા જશો, તેમ તેમ તમે વધુ સંતુલિત અને કેન્દ્રિત થશો. તમે અંદર જેમ સંગીન થશો તેમ તમારા સ્વભાવની જાગૃતિ અને શાંતિ વધુ ને વધુ બહાર પણ પ્રકાશશે. તમે જ્યારે તમારા વિચારોનું, ઇચ્છાઓનું, લાગણીઓનું અને આંતરભાવોનું નિરીક્ષણ કરશો ત્યારે ચમત્કાર થશે. જાગૃતિ વધશે અને અશુભ મલિન તત્ત્વો નાશ પામશે. Jain Education International તમને એ પ્રતીત થવું જોઈએ કે તમારું મન તમારું નિયંત્રણ કરી શકતું નથી. આત્મા મનને કાબૂમાં રાખી શકે છે. આત્મા પાસે જીવંત શક્તિ છે. ઊંડી જાગૃતિ અને બીજા ઘણા મૌલિક ગુણો છે. આત્માની ઊર્ધ્વગતિ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચ્યા પછી જ સ્થિર થાય ૨૫૦ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy