SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂ થયા. સાડાબાર વર્ષ સુધી આકરી કસોટી થઈ. નિર્મળ થયા, મુક્ત થયા, તો દુખને બદલે આનંદરૂપ બની ગયા. એક ડોશીમા કર્મવાદમાં સમજે નહિ અને આવીને કહે : “બિચારા મહાવીર તો દુ:ખી દુ:ખી થઈ ગયા.” એને ભગવાન ઉપર દયા આવી ! ઘરમાં ત્રીશ વર્ષ સુધી રહ્યા ત્યાં સુધી દુ:ખ ન પડ્યું અને બિચારા સાધુ થયા એટલે દુ:ખી જ દુ:ખી.” ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમણે નોકરના કાનમાં સીસું રેડાવ્યું હતું તે કર્મ ઝબકીને આવ્યું. “લાવ, આજ હું તમારા કાનમાં ખીલા નાખું.” ભગવાન સમતા રાખે છે. “લે તું પણ લઈ જા. તું ખીલા નથી મારતો, દેવું લે છે.” દેવું જ દેવાનું હતું, બાકી કાંઈ નહિ. ન મનમાં દ્વેષ, ન ધિક્કાર કે ન તિરસ્કાર ! આપણને તો એક કીડી કરડે અને ઊંચા-નીચા થઈ જઈએ. સામાયિક નહિ કરી શકો, માળા નહિ ગણી શકો. ધ્યાનમાં હો અને પહેલે નવકારે કીડી ચટકે તો શું તમે ત્રણ નવકાર સુધી કીડીને લોહી પીવા દેશો ? ટાઇમ બહુ લાંબો નથી પણ તમે કેટલી ધીરજ રાખી શકો ? તમે તો કહો “શુભસ્ય શીઘ્રમ્.” પહેલાં એને કાઢો ! જેમ જેમ કર્મથી પ્રભુ ખાલી થતા ગયા તેમ તેમ પૂર્ણ બનતા ગયા. પૂર્ણતાની આ એક નવી વિશિષ્ટતા છે. જે આત્મા કર્મથી અપૂર્ણ બને છે, બધાં જ કર્મોને ખંખેરી નાખે છે, અંદર ભરેલાં કર્મોને કાઢી નાખે છે તે અંદરથી પૂર્ણ થતો જાય છે. માટે જ વેરઝેરને, જૂના લેશોને કાઢી નાખો. કોઈ યાદ કરાવે તો કહો : હવે એ વાતને જવા દો. ભૂલી જાઓ. ઝઘડા થયા હતા, થયા હશે, કઈ સાલમાં થયા હતા ? ૧૯૬૦માં થયા હતા, તો અત્યારે ૧૯૬૮ ચાલે છે, આઠ વર્ષ થઈ ગયાં. એવો કયો મૂર્ખ હશે જે જૂના ઘાને કાપો કરીને પાછો જીવતો કરે ? લોકો જૂની જૂની વાતો જ યાદ કરતા હોય છે. આમણે મને આમ કહ્યું, આપણે મારું અપમાન કર્યું.” આવી જૂની વાતો મગજમાં ભરીભરીને આપણે સ્કૂર્તિમય, સુંદર, તાજી વાતો વસાવી શકતા નથી. સુંદર તાજી વાતોને લાવવા અને વસાવવા આ સડેલી વસ્તુઓને કાઢવી પડશે. - તમારે કોઈની સાથે પાછો સારો સંબંધ થયો હોય તો બીજા આવીને યાદ કરાવે : “તમે એની સાથે બેસતા થઈ ગયા ? તમારે તો એની સાથે ૩૩૬ % માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy