________________
Man is creature of circumstances - Relazili ich of જીવ્યા કરે. પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા કરે.
એની ગણતરી કાંઈ નથી. દુનિયામાં એવા લાખો જન્મે છે અને મરે છે; એમના જન્મનો, જીવનનો કે મરણનો કોઈ અર્થ નથી.
બીજો પ્રકાર વિચારે કે મારે પરિસ્થિતિઓમાં તણાવું નથી. પણ પરિસ્થિતિની બહાર નીકળી જવું છે. એ પાણીના પ્રવાહમાં તણાવા નથી માગતો તેમ સામા પ્રવાહે જવાની એનામાં પૂરતી શક્તિ નથી એટલે એ બહાર નીકળી કિનારે જઈને બેસી જાય છે.
ત્રીજો વિચારે છે કે મારે તો પરિસ્થિતિની સામે થઈને પણ પેલે પાર જવું છે. દુનિયા પણ જોતી રહે કે પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા વિના એ બાહુબળ તરીને બહાર આવી ગયો.
જે પરિસ્થિતિને તરીને સામે કિનારે જાય તે જ માન, સન્માન અને આદરને પાત્ર જ નહિ જીવંત પ્રેરણા બને છે.
તમે જરાક માથું ઊંચું કરશો, સારું કામ કરવા નીકળશો તો તમારી વાતો કરનારા, વિરોધ ઉઠાવનારા, પાછળથી વખોડનારા ઘણા ઊભા થવાના, કારણ કે મોટા ભાગના માણસો ટોળામાં જીવે છે.
એવે સમયે શું હારી જશો ? શું એમ કહેશો કે હું શું કરું ? સહુ વિરોધમાં ઊભા રહ્યા; સહુ સામે થઈ ગયા; કોઈના સાથ નથી તો હું જીવનમાં આગળ કેમ વધું ?
કવિ ટાગોરે શું કહ્યું ? “તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે.”
તારી સાથમાં કોઈ ન આવે, તારાં દૂર દૂરનાં સ્વપ્નાં સમજવા માટે સામા માણસો પાસે હૃદય અને બુદ્ધિ ન પણ હોય તોય તું એકલો નીકળી પડજે.
સ્વજનો અને મિત્રો સદા સાથ આપે જ એવી અપેક્ષા ન રાખશો. શુભેચ્છા માત્ર એટલી જ રાખવી કે સાથ આપે તો સારી વાત છે; પણ બધાને બધા સાથ આપે જ એવું જીવનમાં નથી બનતું.
વળી સ્વજનો અને સંબંધીઓને પણ આપણા જેટલી સમજ અને શક્તિ ન પણ હોય.
એક કુટુંબમાં ત્રણ ભાઈઓ હોય; એક ડાહ્યો, બીજો મધ્યમ તો ત્રીજો વળી સાવ જ ભોળો કે ધૂની હોય.
જો એક કુટુંબમાં જ આવું બને તો સંસારમાં શા માટે ન બને ? શા
માનવતાનાં મૂલ્ય પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org