________________
તેથી થોડાક સમય માટે મૌન રાખી તમારું જીવનસ્વપ્ન શું છે તે શોધો. તમે જ્યારે તમારા સ્વપ્ન સાથે એકરસ થાવ છો, ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા માટેનાં શુભ સ્પંદનોની શક્તિ મેળવો છો. પૂર્વપુણ્યથી મળેલી સમૃદ્ધિનો બીજા જરૂરતવાળા જીવોને લાભ આપવાથી ભૌતિક યા આધ્યાત્મિક અશુભ સ્વાર્થોધ વૃત્તિનો વલય થાય છે.
બધાં પરિવર્તનોની અંદર રહેલા અપરિવર્તનીય તત્ત્વ સાથેના સંપર્કથી તમે બધાની સાથે સંબંધ બાંધી શકશો. તમારા સ્વાર્થી “હું”માંથી નીકળી જવાથી આખા વિશ્વમાં તમે વિસ્તરી જશો. સમસ્ત વિશ્વ તમારું કુટુંબ થશે.
૨૮૦ કે માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org