________________
[ ૭૯ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઉપર ઉત્તર-દક્ષિણ પહોળાં પ૨૬ યોજન, ૬ કળાના અને પૂર્વ-પશ્ચિમ ૧૪૪૭૧ યોજન લાંબાં વિસ્તારવાળાં બે ક્ષેત્રો છે. જંબૂદ્વીપના દક્ષિણ છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ ભરતક્ષેત્ર અને ઉત્તર છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ ઐરાવતક્ષેત્ર છે. બંને ક્ષેત્રો સમાન માપવાળાં છે પણ અત્યારે આપણી પૃથ્વીની વાત કરીએ છીએ એટલે ભરતક્ષેત્ર સાથે આપણે સંબંધ છે. નાનકડા ભરતક્ષેત્રના મધ્યમાં લાંબો-દીર્ઘ વૈતાઢય નામનો પર્વત આવેલો છે, તેથી ભરતક્ષેત્રના બે ભાગ પડી જાય છે. વૈતાઢય પર્વતના ઉપરના ભાગને ઉત્તરભારત અને નીચેના ભાગને દક્ષિણભારત કહેવામાં આવે છે, અને આપણે અત્યારે દક્ષિણાઈ ‘ભરતની વાત કરી રહ્યા છીએ, જે ૨૬૩ યોજનનો છે. (એક યોજન એટલે ૪૦૦ ‘ગાઉ સમજવા.)
નીચેની વિગતો લોકો દ્વારા તથા વૈજ્ઞાનિકો દ્વારા જાહેરપત્રમાં રજૂ થએલી છે
નોંધ –જો કે આપણી ભૂગોળની પરિસ્થિતિના વિષય સાથે સીધી રીતે નીચે જણાવાતી વાતોનો સંબંધ નથી, પરંતુ આડકતરી રીતે નીચેના વિષયોને જાણવાની કોઇપણ વિદ્યાર્થી માટે અનિવાર્ય જરૂર છે.
# દક્ષિણધ્રુવનો પરિચય અહીંયા દક્ષિણધ્રુવ શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, છ-છ મહિના સુધી આ ધરતી ઉપર દિવસ જ હોય છે રાત્રિ પડતી નથી અને છ-છ મહિના સુધી રાત્રિ જ હોય છે, સૂર્ય દેખાતો નથી. તો એ ધરતી કઈ કઈ છે? કેવડી છે? એ ધરતી ઉપર વસવાટ છે કે કેમ? ત્યાં જઈ શકાય છે ખરૂં? એ બધી બાબતોની થોડી ઝાંખી કરી લઇએ.
ધરતીકંપોના કારણે તથા કોઇ આકાશી ઘટનાના કારણે દક્ષિણધ્રુવની ધરતી બરફથી ઢંકાઈ ગઈ ન હતી તથા નિર્જન થઇ ગઇ ન હતી ત્યારે હજારો વર્ષ પહેલાં તે ધરતી વસ્તીથી કેવી ગાજતી હશે ? જ્યારે આજે આ ધરતી વિકરાળ અને વેરાન થઇ ગઇ છે. વારંવાર થએલા ભયંકર ધરતીકંપો, ઉલ્કાપાતો, વાવાઝોડાંઓ અને જાતજાતનાં હવામાનો વગેરેનાં કારણે સમગ્ર ધરતીના વિવિધ વિભાગો ઉપર કેવાં કેવાં પરિવર્તનો થયાં છે અને વિવિધ સ્થળોની કેવી ધરમૂળથી કાયાપલટ થઇ જાય છે. નગરો, શહેરો અને નદીઓ વગેરે હતું ન હતું કેવું થઇ જાય છે. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ થઇ જાય છે. હિમાલય જેવા પહાડો ધરતીકંપના કારણે આખા ને આખા ધરતીમાં ઊતરી જાય છે. ધરતીમાં ઊતરી જઇને ધરતી કેવી સપાટ થઈ જાય છે, અને લાખો વરસ પછી (સાત પોઈન્ટથી વધુ પોઈન્ટ સુધીનો ધરતીકંપ થતાં) જમીનમાં ગરકાવ થઈ ગએલા જંગી પહાડો પાછાં કેવી રીતે બહાર આવી જાય છે. નવી-નવી નદીઓના જન્મ કેવી રીતે થાય છે તેની રોમાંચક આનંદજનક વિગતો જાણવા જેવી છે.
અષ્ટાપદ પર્વત કયાં? આપણો અષ્ટાપદ પર્વત કયાં? જેનસમાજમાં આ સળગતો પ્રશ્ન છે. ઋષભદેવ હિન્દુઓના પણ એક અવતારી ભગવાન છે એટલે શિવ-ભાગવત પુરાણોમાં એમની છૂટી-છવાઇ વાતો લખી છે, એમાં બે જગ્યાએ
; ૧. આપણા શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં ‘અસ્મિન્ બૂઢીપે ભરતક્ષેત્રે દક્ષિણાધભરત’ જે બોલાય છે તે આ જ ભરતક્ષેત્ર છે.
૨. જૈન સમાજમાં કોઈ કોઈ વર્ગ યોજન ૩૬૦૦ માઇલનો ગણે છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org