________________
[ ૭૮ ]
પૂરી થયા પછી ઘનવાત, તનુવાત અને ઘોદિધ જેના આધારે આ પૃથ્વી રહેલી છે તે ત્રણેય પદાર્થો પૂર્ણ થયા પછી અસંખ્ય યોજન (અબજો માઇલ) પછી નર્યું આકાશ આવે છે. વળી દેખાતી પૃથ્વી તો જંબુદ્રીપનો જ સાવ નાનકડો ભાગ છે એટલે વિજ્ઞાન અને જૈનમાન્યતા વચ્ચે પૂર્વ-પશ્ચિમ જેવો જબરજસ્ત તફાવત છે. પૃથ્વીની આટલી સ્કૂલ બાબત જણાવીને જે વાચકો પશ્ચિમના વૈજ્ઞાનિકોએ નિશ્ચિત કરેલી પૃથ્વીની વ્યવસ્થાને (મુદ્રિત પુસ્તકો દ્વારા) જાણતા નથી એવા સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને વિજ્ઞાને પૃથ્વીનું જે સ્વરૂપ જણાવ્યું છે, એ ઉ૫૨થી તેની ખાસ ખાસ જરૂરી બાબતોને જ અહીં જણાવું છું, જેથી વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી પૃથ્વીની પરિસ્થિતિનો ખ્યાલ જૈન વાચકોને આવે, અને એ ખ્યાલ મળે તો જ જૈનધર્મની પૃથ્વીની સાથેનો ફરક બુદ્ધિશાળી વિદ્યાર્થીઓની સમજમાં આવે.
પ્રથમ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ વૈજ્ઞાનિકોએ ક્યાં આગળ માન્યા છે તે જોઇએ
જે પૃથ્વી આકાશમાં ગોળાકારે ફરે છે તે પૃથ્વીના ઉપરના ભાગે બરાબર કેન્દ્રમાં ઉત્તરધ્રુવનું સ્થાન આવેલું છે. વળી એ જ દડા જેવી માનેલી પૃથ્વીના તદ્દન નીચલા ભાગે કેન્દ્રમાં દક્ષિણધ્રુવનું સ્થાન છે. ઉપરનું ઉત્તરધ્રુવનું સ્થાન જ્યાં પૂરું થાય છે ત્યાં પૃથ્વીની સમાપ્તિ થઇ જાય છે અને નીચેનું દક્ષિણધ્રુવનું સ્થાન જ્યાં પુરૂં થાય છે ત્યાં ત્યાંની પૃથ્વી સમાપ્ત થઇ જાય છે. આથી વૈજ્ઞાનિકો નિશ્ચિતપણે માને છે કે ઉત્તરધ્રુવ પછી અને દક્ષિણધ્રુવ નીચે અને પૃથ્વીની બીજી બંને બાજુ એમ ચારે બાજુએ કરોડો-અબજો માઇલ સુધી અવકાશ-આકાશ જ છે. જેમ અત્યારે આપણે આકાશમાં બનાવટી દડા જેવો જંગી ગોળો લટકાવીએ એ રીતે જ આકાશમાં લટકતી ફરતી પૃથ્વી રહેલી છે. આથી બંને ધ્રુવો પછી ઉપર નીચે વધારાની ધરતી લઇને આ પૃથ્વી ફરતી નથી એ વાત તદ્દન સ્પષ્ટ થઇ જાય છે. જૈન વિજ્ઞાનમાં ધ્રુવની વાત નથી.
હવે એની સામે જૈનશાસ્ત્રોનું વિજ્ઞાન શું કહે છે તે આપણે જાણી લઇએ
જૈનશાસ્ત્રની ભૂગોળ નિર્વિવાદપણે એમ કહે છે કે વૈજ્ઞાનિકોની પ્રસ્તુત વાત તદ્દન ખોટી છે. ઉત્તરધ્રુવ આગળ ભલે પૃથ્વીની સમાપ્તિ માની છે પણ જૈનધર્મની દૃષ્ટિએ ઉત્તરધ્રુવથી આગળ અડધું ઉત્તર ભારત, તે પછી વૈતાઢય પર્વતથી લઇને મહાવિદેહક્ષેત્ર અને તે પછી ઐરવતક્ષેત્ર વગેરે એટલે લગભગ ૪૦૦ લાખ યોજન (૪ ગાઉનો એક યોજન માનીએ તો ૧૬૦૦ લાખ ગાઉ) લાંબી ગોળાકારે વિરાટ ધરતી પથરાએલી છે. આ વાત જૈનધર્મે માનેલા એક લાખ જંબુદ્વીપને અનુસરીને છે, જેમ ઉત્તરધ્રુવ પછી ૧૬૦૦ લાખ ગાઉ જેટલી લાંબી ધરતી છે તેમ દક્ષિણધ્રુવ પછી પણ સેંકડો ગાઉ-માઇલની ધરતી વિદ્યમાન છે. દક્ષિણધ્રુવનું જે સ્થાન વૈજ્ઞાનિકોએ માન્યું છે તે જૈનધર્મની દૃષ્ટિએ ત્યાં આગળ પૃથ્વીની સમાપ્તિ નથી પણ ત્યાંથી સેંકડોના સેંકડો માઇલ સુધી પૃથ્વી પથરાએલી છે, અને તે પૃથ્વી પૂરી થયા પછી તરત જ જંબુદ્રીપને ફરતો મોટો કિલ્લો આવે છે. એ કિલ્લાની ધરતી પૂરી થાય ત્યારે એક લાખ યોજન (ખરેખર તો ૪૦૦ લાખ યોજન) ના જંબુદ્રીપની મર્યાદા પૂરી થાય છે. ઉત્તરધ્રુવ તરફની ઉત્તરદિશાની ધરતી અબજોના અબજો માઇલની દિરયાઇ ધરતી છે. જ્યારે વૈજ્ઞાનિકોએ માનેલા દક્ષિણધ્રુવનું સ્થાન દક્ષિણ જંબૂદ્વીપના છેડા ઉપર છે, એટલે પણ શેષ ધરતી ઉત્તરધ્રુવની ધરતીની અપેક્ષાએ બહુ ઓછી છે. આથી સમજી શકાશે કે જૈન ભૂગોળમાં ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવના સ્થાનની વાત જ આવતી નથી. જૈનધર્મની ભૂગોળની દૃષ્ટિએ ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવનું સ્થાન એ પૃથ્વીનો છેડો નથી, આ વાત વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે. જૈનોએ તો ૪૦૦ ગાઉના યોજનના હિસાબે ૪૦૦ લાખ યોજનના જંગી વિસ્તારવાળો ગોળાકારે જંબુદ્રીપ માનેલો છે. એ જંબુદ્રીપના ઉત્તર અને બીજી બાજુના દક્ષિણના છેડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org