________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૪૬ આહાહા! “સમયસાર” ત્રીજી ગાથામાં છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ચુંબે છે. પરને કદી ચુખ્યા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું નથી એવો પાઠ છે સંસ્કૃત ટીકામાં. પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે. પણ પરદ્રવ્યની પર્યાયને કોઈ દ્રવ્ય ચુંબતું નથી,
સ્પર્શતું નથી, અડતું નથી. આહા...હા ! આવી વાત ક્યાં (બીજે છે કે સાંભળવા મળે ) અત્યારે તો (બધે) ગરબડ બહુ! પંડિતોએ પણ ગરબડ મચાવી દીધી છે. જરાપણ સમકિતની ખબર ન મળે ! નિમિત્તથી થાય છે. નિમિત્તથી થાય છે (એમ પંડિતો કીધા કરે છે પણ) ધૂળેય (નિમિત્તથી) નથી થતું. નિમિત્ત નિમિત્તમાં છે. એ (ઉપાદાનની) પર્યાયને સ્પર્શે છે કે નિમિત્તથી થાય ? (કદી ન થાય) આહા...હા !
“ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વરી (પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી - ઉત્તમ - પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહીં.” – અરે! આ વાત સાંભળવા મળે નહીં, ક્યારે બેસે એને?! “બીજી કોઈ નહીં” પરમેશ્વરે જે કહ્યું: દ્રવ્ય-ગુણ-પર્યાય (નું સ્વરૂપ). એ સિવાય બીજા કોઈ (વસ્તસ્વરૂપની વાત ) કહે તે બધી વાત જઠી છે! પરમેશ્વરે કહ્યું તે વાત સત્ય છે. કારણ કે (જીવો) પર્યાયમાત્રને અવલંબીને પર્યાયમાત્રને અવલબીને (એટલે) પોતાની માનીને “તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે.” તત્ત્વનું અજ્ઞાન જેનું લક્ષણ (છે). “એવા મોહને પામતા થકા પરસમય થાય છે. એ પરસમય છે એટલે તે મિથ્યાષ્ટિ છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છે કે:) ઘણા અજ્ઞાની જીવો પર્યાયને જે પોતાનું સ્વરૂપ માને છે. ૯૩ ગાથામાં આવ્યું ને..! અસમાનજાતીય (દ્રવ્યપર્યાય). શરીર અને આત્મા એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. (અજ્ઞાની) એ શરીરને પોતાનું માને છે. શરીરની ક્રિયા હું કરું છું એમ માને છે. (શરીરની ક્રિયા હાલવાની – ચાલવાની એ મારાથી થાય છે એમ માને છે.) શરીર હુલે છે ચાલે છે તે પોતાથી છે. (ત્યારે અજ્ઞાની દલીલ કરે છે કે, મડદું કેમ ચાલતું નથી? અરે ! સાંભળે તો ખરો ! મડદું છે એ પરમાણુ (નો પિંડ) છે. તેની પણ ત્યાં પર્યાયો (થાય) છે. પર્યાય વગર કોઇ દ્રવ્ય હોય નહીં. ત્રણ કાળમાં કોઇ દ્રવ્ય (ક્યારેય) પર્યાય વગરનું હોય નહીં. “પર્યાય વિહોણું દ્રવ્ય ન હોય” એ “પંચાસ્તિકાય” માં છે. એ પર્યાય પોતાથી થઈ છે ચાહે તે વિકાર હો કે અધિકાર હો, ચાહે તે સ્વભાવ (પર્યાય) હો કે ચાહે તે (વિભાવપર્યાય હો.) આહા..હા ! આવો માર્ગ છે બાપુ! અત્યારે તો બધો લોપ કરી નાખ્યો છે, બધો! આમાં... આમ થાય ને...! વ્યવહાર-રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય થાય છે...! (એ) બધું મિથ્યાત્વભાવ છે.
અહીંયાં તો એ કહ્યું કેઃ સમ્યગ્દર્શનની પર્યાય, પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે. રાગથી નહીં. વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન – મોક્ષમાર્ગ થાય છે એવું છે નહીં. અહીંયાં તો એ કહ્યું કે સમ્યગ્દર્શનની પર્યાય કે સમ્યક્રચારિત્રની પર્યાય, એના ઉત્પાદક તો દ્રવ્યગુણ છે, દ્રવ્યગુણથી ઉત્પન્ન થઈ છે, રાગથી નહીં. (એ અજ્ઞાની લોકો) વ્યવહાર રત્નત્રય (શુભભાવ) સાધક છે, નિશ્ચય રત્નત્રય સાધ્ય છે એમ કહે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કરો, એનાથી નિશ્ચય પ્રગટશે. (પણ એ માન્યતા) બધું મિથ્યાત્વ છે, જૂઠ છે! આહા...હા!
અહીંયાં તો કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે એ સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો એ સમ્યગ્દર્શનની પર્યાય પોતાના પકારકથી પોતાથી સ્વયં ઉત્પન્ન થઈ છે. રાગથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com