________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૮ છે. આહા... હા! આવી વાતું હવે. (ઓલી) ઈર્યાવાહી, ત ઉત્તરીમાંથી ( ક્રિયાકાંડમાંથી) નીકળીને આમાં ( જ્ઞાનકાંડમાં) આવવું (કઠણ પડે છે લોકોને પણ) આ તો પરમ સત્ય છે પ્રભુ! જગત હારે મેળ ન ખાય એથી કંઈ (સત્ય) અસત્ય થઈ ન જાય! (આ વસ્તુસ્વરૂપ) પરમ સત્ય પ્રભુ! આવો જે ભગવાન આત્મસ્વભાવ - છે ભલે આત્મા દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ – પણે એ દ્રવ્યસ્વભાવ છે (અખંડ, અભેદ) એનો જે અનુભવ કરવો જોઈએ, એ અનુભવ કરવાને એ (અજ્ઞાની) નપુંસક છે અને મનુષ્ય – દેહાદિ ઉપર લક્ષ કરીને તેનો અનુભવ કરવાને ઉદાર છે એ નપુંસક છે. આહા... હુ! આવી વાતું છે! ઓહો... હો ! દિગંબર સંતો (એ) ગજબ કામ કર્યા છે!! કેવળીના (વિરહ), કેવળીને ભુલાવી દે! પાંચમા આરામાં કેવળી નથી એને ભુલાવી દે એવું કામ સંતોએ કર્યું છે! આહા.... હા ! એવી વાત (બીજે) ક્યાં છે? પ્રભુ!
આહા... હા ! જેમાં ભવનો અંત આવે, એવી દષ્ટિ કરી નથી. આત્મસ્વભાવનો અનુભવ કર્યો નથી ! ભગવાન પૂર્ણાનંદ જ્ઞાયક (છે). (એનો અનુભવ કરવાને નપુંસક હોવાથી અજ્ઞાની દેહાધ્યાસમાં જ બળ ધારણ કરે છે) ઓલું આવ્યું ને..! (“સમયસાર” ગાથા-૧૫૬) “વિદ્ધજજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને” – ત્યાં એમ કહ્યું (કે.) વિદ્વાનો નિશ્ચય છોડીને, વ્યવહારમાં વર્તે છે. (અને) “નિયમસારમાં” શ્લોક-૯૮ છે એ ગાથા-૪૧નો છે. (તેમાં કહે છે કે એ આત્મસ્વભાવ આગળ વિદ્વાનોનો સમુદાય ઢળી પડે છે). શું કહ્યું? (“નિયમસાર') ૪૧મી ગાથામાં એમ કીધું છે ક્ષાયિકભાવ પણ જીવમાં નથી. (શ્રોતા:) ત્રિકાળી જીવમાં નથી....! (ઉત્તર) હા, એથી એ ગાથામાં આમ નાખ્યું (છે). ઓલકળશ – ૯૮ (માં કહ્યું કે) જેનામાં ક્ષાયિકભાવ નથી (એવો ) આત્મસ્વભાવ જો! આહા... હા! આત્મ દ્રવ્યસ્વભાવમાં ઉદયભાવ તો નથી, ઉપશમ તો નથી, ક્ષયોપશમ તો નથી, પણ ક્ષાયિકભાવ નથી. (એ ચાર ભાવ રહિત) જે આત્મદ્રવ્યસ્વભાવ (છે). એને વિદ્વાનો પંચમગતિની પ્રાપ્તિ માટે (એ) પંચમ ભાવને સ્મરે છે. આને વિદ્વાન કીધા. . હું! આહા... હા! ઓલામાં (“સમયસાર” ગાથા- ૧૫૬માં વિદ્વાન એને કીધા (ક) શાસ્ત્રબુદ્ધિમાં રચ્યા-પચ્યા રહ્યા – વ્યવહારમાં રચ્યાપચ્યા રહ્યા (અને) નિશ્ચય પડ્યો રહ્યો. (એટલે કે આત્માનો અનુભવ કર્યો નહીં માત્ર શાસ્ત્રભ્યાસ કર્યો). (શ્રોતા:) બે જાતના વિદ્વાન કહ્યા...! (ઉત્તર:) બે જાતના (કહ્યા). છે ને...? નિયમસારમાં! ઓલું તો આપણે આવી ગયું છે “સમયસાર” માં વ્યવહાર અભૂતાર્થ છે. (અહીંયાં) આ તો (“નિયમસાર') ૪૧મી (ગાથા) છે ને..! (તેમાં) મૂળ તો કહેવું છે કે ક્ષાયિકભાવ આત્મામાં નથી !! તેથી એમ કહ્યું (નિયમસાર' શ્લોકાર્થ-૫૮.)
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે – એ (પૂર્ણ) સાધ્ય લીધું અને ધ્યેય પંચમભાવને સ્મરે છે.” આહા... હા! ક્ષાયિકભાવ પણ જેમાં નથી! આહા! એવો ચેતનપિંડ, ચેતનદળ, અતીન્દ્રિય આનંદગુણ-ગુણીનું એકરૂપ પ્રભુ ભગવંત! જિન સ્વરૂપ ભગવાન આત્મા (ને) એ પંચમગતિને માટે, વિદ્વાનો આવા પંચમ ભાવને યાદ (સ્મરણ ) કરે છે. પંચમભાવને અનુભવે છે. કારણ કે ઉપરમાં (ટકામાં) કહી ગયાને! “ચાર ભાવો આવરણસંયુક્ત” છે. (ક્ષાયિકાદિ) ચાર ભાવો આવરણસંયુક્ત છે. એમ કહ્યું છે. (આવરણ) સંયુક્ત (કહ્યું) એટલે ક્ષાયિક (ભાવ) માં પણ કર્મના અભાવની અપેક્ષા આવે છે ને ! પંચમભાવ – સ્વભાવભાવ છે એને કોઈ અપેક્ષા જ છે નહીં (એ તો નિરપેક્ષ ભાવ છે) એવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com