________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૨
૪૭૫
પ્રવચનસાર પ્રવચનો આહા...હા ! કેવું છે કે કેવળજ્ઞાન? કે એક સમયમાં અનંતા કેવળીઓને જાણે છતાં ત્યાં અન્વયશક્તિને કાંઈ ઘસારો થયો છે? (એ તો એવી ને એવી છે.) આહા...હા !
(કહે છે) જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, આનંદશક્તિ, કારણશક્તિ- એ તો પૂરણ બધી ( છે. ) કારણદ્રવ્ય છે એમ કારણ શક્તિ (ઓ) પૂરણ એની (છે.) એમાં ક્યાંય ઓછી-વત્તી થઈ છે કાંઈ ? (ના.) એ દૃષ્ટિમાં લેવું અઘરી વાત છે બાપુ! આહા...! કો' ચીમનભાઈ ! હૈં? આવી વાત છે. આ બહારની ક્રિયાકાંડ ને.. આ ને આ ને.. એ વખતે પણ કહે છે કે ક્રિયાકાંડ ના તારા રાગની પર્યાય થઈ છતાં દ્રવ્ય ને ગુણ તો એવા ને એવા રહ્યા છે. આહા... હા... હા! ગ્રહીતમિથ્યાત્વપણે પરિણમો એ- તો અનાદિ છે. તે દ્રવ્ય તે પર્યાયમાં પ્રવર્તે છે. છતાં તે પર્યાયમાં (મિથ્યાત્વ) પરિણમ્યું છે પણ તે દ્રવ્ય ને ગુણ તો તેવા ને તેવા જ રહ્યા છે. આહા... હા ! એની મોટપને આંચ નથી ક્યાં ’ય. પ્રગટ દશા થાય તો એને આંચ-ઘટી જાય છે એમ નથી. મહાપ્રભુ !! કેવળ થયું સિદ્ધ અનંત-અનંત, અનંત જ્ઞાન અનંત દર્શન, અનંતસુખ, અનંત વીર્ય જેટલા ગુણો છે તેટલી પર્યાયો-વ્યક્તિઓને પૂરણ પ્રગટી, આહા..! છતાં આંહી જે પૂરણ ગુણો છે દ્રવ્યત્વ-એ દ્રવ્યનું દ્રવ્યત્વ અન્વયશક્તિઓ સદાય એવી ને એવી છે. આહા... હા ! આ વાત બેસારવી ઓછી વાત છે બાપા!
( અહીંયાં કહે છે કેઃ ) “ જો નથી છોડતો તો તે અન્ય કઈ રીતે હોય.” ઈ છોડતો નથી પ્રભુ! પોતાના અનંતગુણો જે ધ્રુવ છે. અન્વયશક્તિઓ-દ્રવ્યત્વ છે. આહા.. હા! આ દ્રવ્યત્વ છે (ઈ) ઓલું દ્રવે પર્યાય ઈ નથી હોં ? ભાઈ ! ( ઓલું ) દ્રવ્ય -ગુણમાં દ્રવે–દ્રવે આવે છે ને પંચાસ્તિકાય’ માં નવમી ગાથા. [ અન્વયાર્થ:- તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે- પામે છે તેને (સર્વજ્ઞો ) દ્રવ્ય કહે છે- કે જે સત્તાથી અનન્યભૂત છે.] દ્રવે છે-વિભાવપણે પરિણમે છે. ઈ અહીંયાં નહીં. ( અહીંયાં તો ) દ્રવ્યત્વ એટલે એનું ભાવપણું લેવું છે. દ્રવ્ય, દ્રવે છે પર્યાય એમ અહીંયાં નથી લેવું. સમજાણું કાંઈ? અહીંયાં તો દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ જે છે-અન્વયશક્તિઓ એને શું કાંઈ ઘસારો લાગ્યો છે? નિગોદમાં. ( ગયો ત્યારે ) અને સિદ્ધ થયો ત્યારે (અન્વયશક્તિઓ) વધી! એમાં શું કાંઈ ઓછું-વધારે થયું છે કે ( પર્યાયમાં ) જ્ઞાન ઓછું-અધિક દેખાય ત્યારે? નિગોદમાં કે પૂર્ણતામાં કાંઈ-કાંઈ ઓછપ આવી છે? (કહે છે ના. એવી ને એવી છે.) આ તે શું વાત છે!! આહા...હા...હા ! આ તો ભાઈ! મધ્યસ્થની વાત છે. આગ્રહ છોડીને-પોતે માન્યું હોય એ પ્રમાણે કાંઈ થાય, એમ ન હોય, વસ્તુ જેમ છે તેમ હશે, તેમ (જ) રહેશે. માન્યતા કરી ' તી એમ ઈ પ્રમાણે આમાંથી નીકળે એમ નથી. આહા... હા!
แ
(અહીંયાં કહે છે કેઃ) “તો તે કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા.” જોયું? ત્રિકોટિ સત્તા એટલે “ત્રણ પ્રકા૨ની સત્તા, ત્રિકાળિક હયાતી.” ત્રણ પ્રકારની સત્તા, આહા...હા! ત્રિકાળ હયાતી ! દ્રવ્ય અને અન્વયશક્તિઓની ત્રિકાળ હયાતી (છે.) આહા...હા ! દ્રવ્યની, દ્રવ્યત્વને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com