________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧૦ ટીકામાં છે. આમાં ચોખ્ખું નથી. જયસેન આચાર્યની છે ને ટીકા? એમાં છે જુઓ, સર્વદ્રવ્યy યથાસંભવ જ્ઞાતવ્ય તિ અર્થ: - છેલ્લા શબ્દો છે, જયસેન આચાર્યની ટીકા, આહા..! આ તો ધીરાનાં કામ છે ભાઈ ! ઓલામાં (સમયસાર) માં આવે છે ને ભાઈ !! “નિભૃત” – નિભૂત પુરુષો વડે આહા... હા ! ચિંતા વિનાના પુરુષો વડે આહા..! નિભુત પુરુષો વડે કરીને આ વસ્તુ વિચારાય છે (અર્થાત્ સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વડે, ચિંતા વિનાના પુરુષો વડે આ વસ્તુ વિચારાય છે.) આહા.... હા !
(અહીંયાં કહે છે કે, “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” આહા... હા! આટલું પર્યાયચક્ષુને સર્વથા બંધ કરીને (કહીને) જોર આપ્યું. તેથી “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” – દ્રવ્યને જોઈ શકે તે રીતે જ્ઞાનને ખુલ્લો પ્રગટ કરીને –પર્યાયને જોવાનું નહીં', પણ દ્રવ્યને જોવાની પર્યાયનો-ઉઘાડ કરીને (એકાગ્ર થવા કહે છે, “એકલા ઉઘાડેલા” ઉઘાડેલા પાછા કીધું છે હોં ! પ્રગટ કરીને.. આહા... હા! આ વસ્તુ છે વસ્તુ! એની કહે છે પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી, અને દ્રવ્યાર્થિક –(એકલા) ઉઘાડેલા ચક્ષુ વડે (જો.) નયનું જ્ઞાન ઉઘડેલું છે. દ્રવ્યાર્થિક નય જે જોવે છે ત્યાં (તે જ્ઞાન ) ઉઘડેલું છે. પર્યાયને જયારે ( જોવાનું) બંધ કરી દીધું છે ત્યારે એને સ્વને જોવાનું જ્ઞાન ઉઘડયું છે. આહા.... હા... હા! હા...!
(અહીંયાં કહે છે કે:) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું” જુઓ ઉતાર્યું જીવમાં. “મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું” સિદ્ધ એ પર્યાય છે ને...! આહા... હા! “એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા (અર્થાત ) એ પર્યાયો
સ્વરૂપવિશેષોમાં રહેલા એક “જીવ સામાન્યને અવલોકનારા ” આહા.... હા. હા! પાછી અવલોકનારી પર્યાય જ છે. આહા.. હા! પર્યાયને જોવાની (પર્યાયનય) બંધ કરી દઈને, દ્રવ્યને જવાની ઉઘાડલી જ્ઞાનની પર્યાયથી આહા... હા! ભર્યું છે!! હવે આમ ને આમ વાંચી જાય. પ્રવચનસાર વાંચી ગયો, એક જણો કે” તો” તો સમયસાર, મહારાજ બહુ વખાણ કરે છે ને.. (હું તો) પંદર દિ” માં વાંચી ગયો છું કહે. બાપા! પંદર દિ' શું? ભાઈ ! એ ગહન વાત નો પાર આવે એવું નથી પ્રભુ! (દષ્ટિ મળ્યા વિના જન્મારો ય વાંચે તો.) આહા... હા! (શ્રોતા ) આજ દિવ્યધ્વનિનો જ દિવસ છે....!! (ઉત્તર) દિવ્યધ્વનિનો દિવસ છે, હા, વાત સાચી ! આહા....!
(કહે છે) ઓલું “દિવ્યધ્વનિ' (નામનું માસિક) પત્ર કાઢયું છે. શ્રીમદ્ તરફથી છે ને..! ઓલા સોની, અમદાવાદવાળા (શ્રોતા:) સોનેજી, ડો. સોનેજી (ઉત્તર) હા, ઈ. ગોટા બધા ગોટા! શ્વેતાબંરના નાખ્યા ને અને આમ – શ્વેતાંબર સાધુએ કર્યું ને ઢીકણાએ આમ કર્યું ને...! આ.... હા ! આ એનું લખાણ છે વજુભાઈનું મોરબીવાળા વાંચે છે ને.... (વ્યાખ્યાન). એનું લખાણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com