________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૧૦૮ અપેક્ષાએ એટલે એક સમય હોય છે. છતાં વિશેષ જે ક્ષણિક છે (તે) એક જ સમય છે. એની (ધ્રુવની) છે છતાં એક સમય છે. અને તેને પૂર્વની પર્યાયની અપેક્ષાએ અન્ય પણ કહીએ. અને આત્માની અપેક્ષાએ (આત્મા) અંદર વર્તે માટે અનન્ય પણ કહીએ. પરને અને આત્માને કે પરમાણુ ને કે આત્મા, આત્માને કે બીજા પરમાણુને (કાંઈ સંબંધ નથી.) આહા... હા! આ વાત બેસવી (આકરી બહુ ) લોકોને ઈ વિચારેય ક્યાં? વખત ન મળે ને ક્યાં (વિચાર) કરે ? એ દુનિયાની જંજાળમાં? આહા.... હા! (નકામો) વખત ગાળી જિંદગી ચાલી જાય છે. અને પછી અવતાર! ઘણાના અવતાર પશુ થવાના, તિર્યંચમાં જવાના. આહા.... હા ! કારણ કે ધરમ નથી, તેમ આ શું વસ્તુ છે? તેને સમજવાનો વિકલ્પ પણ વિશેષ નથી, કે દિવસમાં બબ્બે-ચચ્ચાર કલાક એ શું ચીજ છે આ? તો તો પુણે ય બાંધે. આહા.... !
અહીંયાં કહે છે: એ “વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે (- (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક) એવી રીતે જ લીધું છે. અનુક્રમે જોવામાં સામાન્ય અને વિશેષ. “(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક” એક સાથે જોવાનું પણ લેશે. (એ પ્રમાણ.) (અહીંયાં) તો આટલું લીધું છે. પણ એકસાથે જોવાનું પાછું લેશે.
(અહીંયાં કહે છે કે, “તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી.” આહા... હા! ત્યાંથી ઊપાડ્યું (જુઓ) દ્રવ્યાર્થિકને બંધ કરીને ત્યાંથી (ઊપાયું) નહીં. દરેક દ્રવ્યને જોવા માટે, પર્યાયાર્થિક આંખ્યું ને સર્વથા બંધ કરીને, પર્યાય છે ખરી. છે પણ તેને જોવા તરફની આંખે ને – દષ્ટિને બંધ કરી. આહા.... હા ! હા! ગજબ વાત છે !! પહેલી તો કીધી કે સામાન્ય-વિશેષ વસ્તુ છે. પણ વિશેષને જોવાની આંખ્યુંને બંધ કરી આહા... હા ! છે? (પાઠમાં) તે પાછી કથંચિત્ બંધ કરીને એમ નહીં. “પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને ” જાણવું છે ને...! આહા.... હા! “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” એકલી ઉઘાડેલી જ્ઞાનની પર્યાય (વડ) આહા. હા! “દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” દ્રવ્ય જેનું પ્રયોજન છે. દ્રવ્ય + અર્થી (એટલે) અર્થ = દ્રવ્ય જેનું પ્રયોજન છે (તે દ્રવ્યાર્થિક) એ નથી જોતાં, વિશેષ નયની આંખ્યું બંધ કરી દઈને. આહા.... હા.. હા! “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” ભાષા જોઈ ? ઓલી તો (પર્યાયાર્થિક) બંધ કરી દીધી. અવસ્થાને જોવાની આંખ્યું જ બંધ કરી દે. આહા... હા ! તો તને સામાન્ય, અવસ્થામાં જણાશે. અવસ્થાને જોવાની આખું બંધ કરી દે અને
સામાન્યને જ. તો પાછી જોનારી પર્યાય તો રહેશે. આહા... હા! પણ પર્યાયનો જોવાનો (વિષય) વિશેષ નહીં, સામાન્ય રહેશે. વિશેષને-પર્યાયને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દે. આવી વાત ! આહા... હા! બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર (પડી રહી) હું? આહા... હા!
(કહે છે કેઃ) તારા સિવાય બીજા પદાર્થો, ચાહે તો ભગવાન ત્રણ લોકનો નાથ (કે અન્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com