Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 542
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૩ તૃણ અને અગ્નિ ) એમ જીવ પર્યાયપણે પરિણમેલો છે ઈ પર્યાય છે આત્મા નથી, એ દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ (કિધું છે.) આહા.. હા! પણ ઈ દ્રવ્યદૃષ્ટિમાં જ્ઞાન થયા ને કાળે, ત્યારે એની પર્યાયમાં શું છે તેનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે. પ્રવચનસાર જ્ઞાનપ્રધાન ગ્રંથ છે. આહા... હા! જેમ અગ્નિ તે તે કાળે લાકડાં - છાણાં - તૃણ - પાંદડા આદિ સાથે તન્મય છે પર્યાયથી. “તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે” તે તે સમયે “તે - મય હોવાને લીધે ” તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે તે સમયે તે – મય હોવાને લીધે “તેમનાથી અનન્ય છે - જુદું નથી” એ ગતિ તેની પર્યાયથી જુદી નથી. આહા... હા ! જેમ પર જુદું – શરીર જુદું – કાશ્મણ શરીર જુદું એમ આ પર્યાય એની જેમ જુદી એમ નથી. આહા.... હા! એ પર્યાય અનન્ય છે એનાથી તન્મય છે. આહા.. હા! આવો ઉપદેશ!! કોઈ દિ' સાંભળ્યો ન હોય બાપુ! સાંભળે તો વિચારવાની નવરાશ ન મળે ! એકલા પાપ આડે આખો દિ' પાપ ! રળવું ને બાયડી – છોકરા સાચવવાં – એકલાં પાપ !! એ પોટલાં પાપના બાંધીને હાલ્યા જશે. (ચાર ગતિમાં રખડવા.) અહીંયાં તો હજી દ્રવ્યને જેણે જોયું છે એનામાં જ્ઞાન ઉઘડયું છે. પોતાને જાણતાં પર – પર્યાયને જાણવાનું જ્ઞાન ઉઘડયું છે. એથી તે જાણે છે કે આ પર્યાય મારામાં છે. બીજી ચીજ કોઈ મારામાં નથી. દીકરો મારો, બાયડી મારી, છોકરાં મારાં, પૈસા મારા, બંગલા મારા, આબરુ મારી મોટી. એ બધી ધૂળ તારા પર્યાયમાં ય નથી. આહા. હા ! એને તું પોતાનું માનીને શું કરવું છેપ્રભુ તારે? રખડી મરવું છે તારે? આહા.... હા! દુનિયાને બેસે કે ન બેસે વસ્તુસ્થિતિ આ છે. આ બહારની – આત્મા સિવાય બહારના ભપકાની એથી જરી પણ ઠીક ! લાગે. આહા.. હા! ગજબ વાત છે પ્રભુ !! તો કહે છે કે (એ ઠીકની માન્યતા) મિથ્યાદષ્ટિ છે. એને નથી દ્રવ્યનું જ્ઞાન કે એને નથી પર્યાયનું જ્ઞાન. (માત્ર મૂઢ છે.) આહા.... હા ! (કહે છે કે ) આત્મામાં દ્રવ્ય અને પર્યાય સિવાય, પરપદાર્થની ગમે તેટલી વિભૂતિ – વૈભવ ખડકાયેલ દેખાય એને ને તારે પર્યાયમાં પણ સંબંધ નથી. આહા... હા! ફક્ત તારી પર્યાયમાં, ગતિ થઈ છે તે તારામાં તન્મય છે. આહા.. હા! “તે તે કાળે” પાછું કહે છે તે તે કાળે – સદાય એ ગતિ નથી એમ કહે છે. મનુષ્યગતિ ફરીને એકદમ દેવગતિ થશે, દેવગતિ ફરીને એકદમ મનુષ્ય ગતિ થશે. મનુષ્યગતિ ફરીને એકદમ સિદ્ધદશા થશે. આહા.. હા! એ પર્યાય તારામાં અન્ય – અન્ય છે, એ અન્ય - અન્ય છે છતાં તારામાં અનન્ય છે. (જુદું નથી.) એ.. ય? ઈ તો પાંચ છે પર્યાય માટે અન્ય – અન્ય કીધી. પણ તારી હારે એ (પર્યાય) અનન્ય છે. આહા.. હા ! હવે આવું સમજવા માટે રોકાવાય તે. ક્યાં વખત મળે? આહા.! ઓહો.... હો ! સંતોએ તો અમૃતનાં વેલણાં વાયાં છે! આહા... હા ! પ્રભુ! તારે ને પરદ્રવ્યને કાંઈ સંબંધ નથી હોં? આ મારો દીકરો ને આ મારા દીકરાની વહુને. આહા..! એને દાગીના ચડાવ્યા હોય, પાંચ – દશ વીશ હજારના! પહેરીને નીકળે ત્યારે ખુશી થાય, મારા પૈસા ને ખરચાણા ને લોકમાં જાણે માટે આવી ગયું! આહા. હા! (હાસ્ય) આહા... હા ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549