________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો પર આત્માની સાથે (એ) પર્યાયો તન્મય છે માટે અનન્ય છે. આહા... હા. હા! ભાઈ ! આવો મારગ છે!
તે તે વિશેષોના કાળે તન્મય હોવાની લીધે તે તે વિશેષોથી અનન્ય છે” અનન્ય છે એટલે અનેરો નહીં. તે તે પર્યાયમાં તે કાળે તે તે વિશેષોથી અનન્ય છે. આહા.. હા! ભલે નરકગતિની પર્યાય હો, શ્રેણિક રાજા! સમકિતી છે પહેલી નરકમાં (છે.) તેના (નરકના ) સંયોગની સાથે તન્મય નથી. ક્ષાયિક સમકિતી છે. છતાં નરક ગતિની (પર્યાય) સાથે તન્મય છે. તે કાળે તે તે વિશેષો પૂરતી તન્મય છે. આહા.. હા! છતાં તે ગતિ મારી છે એમ ઈ માનતો નથી. વસ્તુદષ્ટિએ પણ પર્યાયમાં તન્મય છે એમ જાણે છે. એ મારામાં ને મારાથી છે આ પર્યાયમાં મારો જીવ છે. આહા... હા ! જાણવાની વાત છે ને! નરકગતિમાં પહેલી નરક છે. તીર્થંકર થવાના છે. આહા.. હા! ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સમકિત લઈને નીકળવાના છે. માતાના પેટમાં આવશે તંયે ત્રણ જ્ઞાનને ક્ષાયિક સમકિત છે. આહા... હા! પણ ઈ જાણે છે કે આ પર્યાય છે ઈ મારામાં છે. તે તે કાળે તે પર્યાયમાં હું તન્મય છું પર્યાય (દષ્ટિએ) પર્યાયથી, દ્રવ્યથી નહીં. આહા.... હા !
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે.” કોની પેઠે? હવે દષ્ટાંત આપે છે. “-છાણાં, તૂણ, પર્ણ એટલે પાંદડાં કાષ્ઠમય (અથવા) લાકડાંમય અગ્નિની માફક.” કાષ્ઠમય અગ્નિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે” એ અગ્નિ તૃણમય, કાષ્ઠમય પરિણમે છે ને..! આહા.. હા! “તૃણ, કાષ્ઠ ( તણખલાં, લાકડાં વગેરેથી અનન્ય છે. અનન્ય છે, અનેરા - અનેરા (પણે ) અગ્નિ નથી. એ અગ્નિ લાકડાંથી – પાંદડાથી તન્મય છે. અનન્ય છે. આહા..હા..હા! આ તો દષ્ટાંત આપ્યો હો? એ ગતિમાં જેમ આત્મા તન્મય છે – વસ્તુને જેણે જાણી છે ઈ જાણે છે કે આ પર્યાયમાં મારું તન્મયપણું છે. આહાહા! એ પર્યાય કોઈ પરદ્રવ્યમાં થઈ છે (એમ નથી.) આહા. હા ! ઓલામાં તો એમ આવ્યું છે, જીવના ચૌદ ભેદો નામકર્મના કર્મને કારણે થયા છે. નામ કરમ કરણ છે એના કારણે (થયા છે.) (“નિયસાર' ગાથા-૪૨) ત્યાં એકદમ વસ્તુનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ! પૂર્ણાનંદનો નાથ! એમાં એ નથી એમ બતાવવું છે. અહીંયાં એની પર્યાયમાં અંશમાં જેટલું નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું ઊપજયું છે, મનુષ્યપણું એટલે (આ) શરીર નહીં, પણ એ મનુષ્યપણા (રૂપ) ગતિ, ગતિ! જે તન્મયપણે છે જેમ અગ્નિ લાકડાં કે પાંદડા જે – મય હોય તેમ તન્મય થઈ જાય છે. અગ્નિ એ વખતે જુદી રહે છે એમ નથી. એમ આત્મા જે જે પર્યાયને પામે છે, એ પાંચમાંથી (પાંચ પ્રકારની પર્યાયમાંથી) તે વખતે તેમાં તન્મય છે. આહા.. હા !
(અહીંયા કહે છે કે:) “અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે.” અનન્ય છે એટલે –અનેરી નથી. અગ્નિ લાકડાંને છાણાને બાળે છે જયારે, તો અગ્નિ ત્યારે ત્યાં ત્યાં તન્મય છે – બાળે છે. અગ્નિ અને લાકડાં (છાણાં ) જુદા પડી જાય છે એમ નથી. આહા.. હા! એક ઠેકાણે એમ કહે છે કે ઈ તૃણાદિની અગ્નિ (અથવા જુદાં છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com