________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧૪
પ્રવચનસાર પ્રવચનો ૫૩૧ કહેવામાં આવે છે.) અહીંયાં (કહે છે) પર્યાયમાં તું તન્મય છો. એનું જ્ઞાન કરાવવા (કહેવામાં આવે છે.) આહા.. હા! આવી વાતું છે. “તે તે વિશેષોના કાળે ” તે તે સમયે એમ. તન્મય હોવાને લીધે ” આહા... હા! દ્રવ્ય તેની પર્યાય નારકપણું (આદિ) શ૨ી૨ નહિ હોં? એ (નારાદિ) નું
શરીર નહીં. ગતિની જે પર્યાય છે તેમાં ઈ તન્મય હોવાને લીધે. આહા.. હા! એ ગતિની પર્યાય છે
એમાં ઈ તન્મય છે. પણ પર્યાયઅપેક્ષા (કહ્યું છે. ) હોં ? આહા..! “ તે તે વિશેષોથી અનન્ય છે.” તે તે
વિશેષોથી તે અનન્ય છે. અન્ન અન્ય છે પણ અનન્ય છે. પર્યાય છે. અહા.. હા.. હા! એટલે વિશેષોથી તે અનન્ય છે. અન્ય - અન્ય નહીં પણ તે તે વિશેષોથી (દ્રવ્ય ) અનન્ય છે. તે તે (પર્યાયોથી ) વિશેષોથી જીવદ્રવ્ય તન્મય (હોવાને લીધે) અનન્ય છે. અનેરા અનેરા ( પણે ) છે એમ નહીં. આહા... હા ! આ તો ભગવદ્દાણી છે! સંતો-કુંદકુંદાચાર્ય! સાક્ષાત્ ભગવાન પાસે ( સીમંધર ભગવાન પાસે વિદેહમાં) ગયા. સાક્ષાત્ વાણી સાંભળી, હતા તો મુનિ! પણ ભગવાન પાસે ગયા હતા. એટલી યોગ્યતા હતી મનુષ્ય હોવા (છતાં પણ) એ આવીને (અહીંયાં) જગત પાસે જાહેર કરે છે. આહા...હા!
(કહે છે કેઃ) પ્રભુ! તારામાં બે જ ભાવ છે. એક સામાન્ય અને એક વિશેષ. બીજા કોઈ દ્રવ્યનો અંશ. તારામાં ત્રણ કાળ, ત્રણ લોકમાં નથી. આહા... હા! જેની વ્યવસ્થામાં જ પ્રભુ! તું રોકાણો !! શરીરને આમ રાખું – વાણીને આમ રાખું (કરું), આમ થોડા-સરખા રાખું તો શરીરને આમ ઠીક રહે ને, છોકરાંવ ઠીક રહે. માળે..! એ બધાની પદ્રવ્યની અવસ્થા (વ્યવસ્થા ) તારાથી થતી જ નથી ને. તેની અવસ્થામાં જ રોકાઈ ગયો પ્રભુ! શરીરમાનું વસ્તુ ધર્મસાધનમ્ પુરુષાર્થસિદ્ધિ ( ઉપાયમાં ) આવે એ તો નિમિત્તની વાતું છે. આહા... હા! સાધન તો રાગથી ભિન્ન પડવું પ્રજ્ઞાબ્રહ્મથી એ સાધન છે.
(અહીંયાં તો જ્ઞાન-જ્ઞાનનું છે પણ હારે જે ગતિ છે મનુષ્યપણા (આદિની) એનું જ્ઞાન કરવું, મુનિ ! અહીંથી તો દેવમાં જશે ગતિ, અહીંયાંથી તો દેવમાં જવાના છે. આહા... હા! મુનિઓને કે ધર્માત્માને કે આના ધર્મના સંસ્કાર પડેલા છે એને સ્વર્ગમાં જવાના છે કહે છે કે ત્યાં એ જીવ ત્યાં ગતિમાં તન્મયપણે હશે. એમાં (જીવદ્રવ્ય ) તન્મય છે. અનેરું - અનેરું નથી. એમાં તન્મય છે. આહા.. હા ! ભાઈ આવ્યા ? હસમુખભાઈ છે? આહા.. હા!
( અહીંયાં કહે છે કેઃ ) “ અન્ય અન્ય ભાસે છે”, કા૨ણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળ તન્મય હોવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે.” એક પર્યાય છે ત્યારે બીજી પર્યાય નથી. શું કીધું ઈ ? નાકપર્યાય છે એમાં મનુષ્યપર્યાય નથી, મનુષ્યર્પાય છે તયે સિદ્ધપર્યાય નથી. સિદ્ધપર્યાય છે તયે નારક -મનુષ્ય (તિર્યંચ કે દેવપર્યાય) નથી. આહા.. હા! ( એક સમયે) એક જ પર્યાય છે. તેથી તે અન્ય અન્ય છે છતાં (તે તે વિશેષોથી) અનન્ય છે. પર્યાયથી અન્ય અન્ય છે, વસ્તુથી ( દ્રવ્યથી એક જ છે) માટે અનન્ય છે. એથી પર્યાયો અન્ય છે એનાથી (દ્રવ્ય ) અનન્ય છે. આહા...હા !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com