Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 546
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૭ ક્યાં છોકરાં? ક્યાં વહુઓ? ક્યાં મકાન? ક્યાં લૂગડાં ને દાગીના ને ધૂળ ! આહા.... હા ! વસ્તુની પર્યાય કયા કાળે થઈ એની, એને ને તારે કોઈ સંબંધ નથી. આહા.... હા ! પ્રભુ ! એના સાટુ તું રોકાઈ ગયો! તેં તારા દ્રવ્ય-પર્યાયની સ્થિતિને ન જોઈ. એ અહીંયાં કહેવા માગે છે (મુનિરાજ !) તાત્પર્ય તો આ છે. શરીરની એટલી વાત (કરી છે ને..!) (તારા દ્રવ્ય-પર્યાયને જો. એ તાત્પર્ય છે.!) વિશેષ કહેશે... પ્રવચન : તા. ૧૩-૭-૭૯. પ્રવચનસાર” ૧૧૪ ગાથાનો ભાવાર્થ. “ભાવાર્થ- દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે.” એમ કહીને શું કહેવું છે? દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે. ઈ એનું સ્વરૂપ છે. વિશેષ કોઈ પરને લઈને થાય છે, ઈ એમાં-વસ્તુના સ્વરૂપમાં નથી. “દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષસ્વરૂપ છે.” એટલે સામાન્ય છે તે ધ્રુવપણે ઠીક! પણ વિશેષમાં પર્યાયોમાં બદલો થાય છે. ઈ બદલો થાય છે એમાં પરની અપેક્ષા કાંઈ છે કે નહીં? કે ના. પ્રભુ! બદલો થવું એ તો એનો-પર્યાયનો સ્વભાવ છે. આહા... હા! એથી બીજા દ્રવ્યની – એમાં કોઈ દ્રવ્યની, પર્યાયમાં અપેક્ષા નથી. આહા... હા! આકરું કામ (આ) બેસવું! આખી દુનિયા! ચૌદ બ્રહ્માંડમાં અનંત-અનંત દ્રવ્યો, સામાન્ય-વિશેષસ્વરૂપે જ બિરાજે છે. એના વિશેષને માટે કોઈની અપેક્ષા નથી, કોઈ કાળે, કોઈ ક્ષેત્રે – કોઈ પ્રતિકૂળ સંયોગે કે અનુકૂળ સંયોગે – એની અવસ્થાને પરની કોઈ અપેક્ષા છે જ નહીં. આહા. હા! તેની અવસ્થા તેને કાળે સ્વતંત્ર થાય – તેવું જ એનું સામાન્ય (એકરૂપ) રહે, વિશેષપણે બદલે એવું સ્વરૂપ છે. આહા.... હા ! (અહીંયાં કહે છે કે, “તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે. ધ્રુવ તરીકે દરેક દ્રવ્ય તે જ રહે છે. સામાન્ય તરીકે – જેમાં બદલવું નથી – એવી સ્થિતિ તરીકે તે તેનું તે જ રહે છે. “અને બદલાય પણ છે.” પલટે પણ છે. આહા... હા ! ઈ પલટવું ઈ તો એનો-પર્યાયનો ધર્મ જ છે. પર્યાય તે પરને લઈને પરિણામે છે – કોઈ પણ દ્રવ્યની – પરમાણુની કે આત્માની નરકના જીવની કે નિગોદના જીવની, પરમાણુ એક-એકની કે સ્કંધની કોઈ દ્રવ્યની કોઈની પર્યાય-વિશેષપણે થવાનો તેનો પોતાનો સ્વભાવ છે. એમાં વિશેષપણું લાગે છે ઈ વિશેષપણે બીજાને લઈને કે સંયોગનેલઈને થાય છેએ દષ્ટિ વિપરીત છે. આહા... હા! આ વાત (અલૌકિક છે) પણ શબ્દો સામાન્ય છે. વસ્તુની વહેંચણી – અનંતથી ભિન્ન છે. દરેક દ્રવ્ય, એક ક્ષેત્રમાં રહ્યાં છતાં – એક આકાશના પ્રદેશમાં છ દ્રવ્ય છે. ભલે આત્મા આખો નહીં પણ અસંખ્યપ્રદેશે. એક આકાશના પ્રદેશ છે. અસંખ્યપ્રદેશી હોવા છતાં. એવાએવા અનંતા જીવના અસંખ્યપ્રદેશ. એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે. એક જીવ અસંખ્યપ્રદેશમાં રહે. આકાશના. છતાં કહે છે કે ઈ આકાશની પર્યાયની – અપેક્ષાએ ત્યાં ઈ રહેલો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549