Book Title: Pravachana sara Pravachano
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 549
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - 114 પ્રવચનસાર પ્રવચનો 540 છે. શુભભાવ વખતે ઈ આત્મા તન્મય છે. આહા... હા! અને એના ફળ તરીકે જયારે મનુષ્યપણું થયા છે. તે મનુષ્યપણામાં વિશેષ દશા ન્યાં ક્યાં (નગોદમાં) અક્ષરનો અનંતમો ભાગ અને અહીંયાં આઠ વર્ષે અંતર્મુખ જ્યાં નજર કરે છે. આહા... હા ! જ્યાં ભગવાન (આત્મા) પૂરણ સામર્થ્યમાં સ્વભાવથી ભરેલો ભગવાન! અંતર્મુખ નજર કરે છે (એકાગ્ર થાય છે, ત્યાં કેવળ (જ્ઞાન) થાય છે. આહા.... હા ! આવી વાત છે. વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે!! લોકો (જાણે કે) સાધારણ આમ હોય અને (ક્રિયાકાંડમાં) સામાયિક કરવી ને પોષા કરવા ને પડિક્કમણું કરવું, લીલોતરી નો” ખાવી ને ચોવિહાર કરવો, ઉપવાસ કરવા ને એ બધું સંવર ને ત૫. ઉપવાસ કરવા તે તપ ને આ નિર્જરા !! આ... રે! ક્યાંનું ક્યાં (માન્યું) પ્રભુ! વીતરાગ સર્વજ્ઞદેવ, પરમાત્મા! એણે કહેલો દ્રવ્યનો અને પર્યાયનો સ્વભાવ, ભલે ભિન્ન-ભિન્ન પર્યાય હોય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તો એ પર્યાયો અન્ય-અન્ય નથી અનન્ય છે. પર્યાયની અપેક્ષાએ - ઈ પહેલી નો” તી ને થઈ અન્ય તેથી અન્ય-અન્ય કહેવાય છે. પણ એને ને એને અને એમાં (જોવાનું છે.) આહા.... હા! (કહે છે કે, એક અહીંયાં અબજોપતિ ખમ્મા ખમ્મા થતો હોય, જાણે ગાદીએ બેઠો હોય દુકાને. પચીસ-પચાસ નોકરો હોય. આહા. હા! ફૂ થઈ જાય મરીને નરકે જાય. આહા.... હા! પર્યાયમાં ઈ અપેક્ષાએ અન્ય-અન્ય છે. અનેરી પર્યાય (થાય) ક્ષણમાં અનેરી–અનેરી (થાય છે.) જુઓને...! છતાં આત્માની સાથે અનેરી નથી. (અનન્ય છે.) આત્મા સાથે તો પર્યાય અનન્ય છે. આહા. હા! આત્મા જ એમાં (પર્યાયમાં) વર્તે છે. આહા... હા! “પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે.” જોયું? પર્યાયથી જુએ તો (દ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે. દ્રવ્યથી જુએ તો અનન્ય છે. પહેલાં દ્રવ્યથી જુએ તો પર્યાય પણ એની જ છે. અનન્ય છે. પર્યાયથી કાંઈ જુદું નથી દ્રવ્ય. આહા... હા... હા ! (અહીંયાં કહે છે કેઃ) “બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય વસ્તુ સામાન્ય ધ્રુવ પણ છે “તથા દ્રવ્યના વિશેષો” પર્યાય પણ છે. “બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય-અન્ય ભાસે છે” 114. હવે સર્વ વિરોધને દૂર કરનારી સરભંગી પ્રગટ કરે છે - જૈનદર્શનનો પ્રાણ છે આ સહભંગી !! _1 ( સમાપ્ત) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 547 548 549